NDA સરકારે કાશ્મીર ખીણમાં આતંકવાદ અને હિંસાને ફેલાવવા ફરીથી તક આપી

જમ્મુ-કાશ્મીરના મુખ્ય વિરોધી પક્ષ નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓને લઇને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને કડક જવાબ આપ્યો છે. ઓમર અબ્દુલ્લાએ શનિવારે કહ્યું કે એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) સરકારે કાશ્મીર ખીણમાં આતંકવાદ અને હિંસાને ફરીથી જન્માવવા તક આપી.

ઓમર અબ્દુલ્લાએ રવિશંકર પ્રસાદના એક ટ્વિટનો જવાબ આપતાં કહ્યું, ‘ખરેખર મંત્રી જી આ કહાની બતાવે છે કે તમારી સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને હિંસાને ભડકાવવા માટે ફરીથી તક આપી છે, જેનાથી વધુ આતંકવાદીઓને ઠાર કરવા માટે સુરક્ષાકર્મીઓ મજબૂર થયા. આ આંકડાને લઇને તમને શરમ આવવી જોઈએ નહીં કે તેની ઉપલબ્ધિ બતાવવી જોઈએ.’

ઓમર અબ્દુલ્લાએ રવિશંકર પ્રસાદના આ ટ્વિટનો જવાબ આપ્યો હતો. જેમાં તેઓ આતંકવાદીઓને ઠાર કરવાની ઘટનામાં યુપીએ અને એનડીએના કાર્યકાળની તુલના કરી રહ્યાં હતા.

રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યુ હતું, જમ્મુ-કાશ્મીરમાં ઠાર થનારા આતંકીઓની સંખ્યા 2012માં 72, 2013માં 67, 2014માં 110, 2015માં 108, 2016માં 150, 2017માં 217 અને 2018ના મે મહિના સુધી 75 છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે લડવા યૂપીએ અને એનડીએના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલા પ્રયાસોની આ કહાની છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter