જમ્મુ કશ્મીરમાં સેનાનો જવાન આતંકવાદી સંગઠનમાં જોડાયો હોવાની શંકા

જમ્મુ-કાશ્મીરમાં સેનાના એક જવાન પર આતંકવાદી સંગઠનમાં સામેલ થવાની શંકા વ્યક્ત કરાઇ છે. આ જવાન કેટલાક દિવસોથી ગુમ છે. જે બાદ હવે તેની એક તસવીર બંદૂક સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જેથી તે આતંકવાદી સંગઠનમાં જોડાયો હોય તેવી આશંકા વ્યક્ત કરાઇ છે. સેનાના જવાન મીર ઇદરીસ સુલ્તાન દ્વારા આતંકવાદી સંગઠન હિઝ્બુલ મુજાહિદ્દીનમાં સામેલ થવાની શંકા છે. તે સેનાની બિહાર-12 જકલી ટુકડીનો ભાગ હતો. ગત ગુરૂવારથી પોતાના ઘરેથી ગુમ છે. જો કે સેના દ્વારા હજુ આ વાતની પુષ્ટી કરવામાં આવી નથી. પોલીસ મુજબ મીર ઇદરીસ ઝારખંડમાં તૈનાત હતો અને તેનાથી તે નાખુશ હતો.

CRICKET.GSTV.IN

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter