જમ્મુ કાશ્મીર : યાત્રીઓથી ભરેલી બસ ચિનાબ નદીમાં ખાબકતા 11ના મોત

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. યાત્રીઓથી ભરેલી બસ ચિનાબ નદીમાં ખાબક 11 જેટલા લોકોના મોત અને 13 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થલે પહોચી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યુ હતું. આ રહેલા નવ સપ્ટેમ્બરના રોજ કિશ્તવાડામાં કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગત્ત મહિને પણ સર્જાયાલે અકસ્માતમાં પાંચ યાત્રાળુઓના મો થયા હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter