પાકિસ્તાને ફરી કર્યું શસ્ત્રવિરામનું ઉલ્લંઘ, રહેણાક વિસ્તારને કર્યા ટાર્ગેટ

જમ્મુ કાશ્મીર સરહદે બાલાકોટ અને મેંઢક સેક્ટરમાં પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ઉલ્લંઘન કર્યું છે. અહીંના રહેણાક વિસ્તારને પાકિસ્તાને ટાર્ગેટ કર્યા છે.

મેંઢર સેક્ટરમાં પાકિસ્તાને મોર્ટાર વડે હુમલો કર્યો છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન સરહદને સતત સળગતી રાખવાનું ષડયંત્ર રચી રહ્યું છે. જેના ભાગરૂપે સરહદ પર પાકિસ્તાન દ્વારા કાંકરીચાળો યથાવત છે.

પાકિસ્તાન દ્વારા થતા હુમલાને કારણે સરહદને અડીને આવેલા ગામડાઓમાં ભયનો માહોલ છે. જ્યારે કે પૂંછ સેક્ટરમાં કરેલા શસ્ત્રવિરામ ઉલ્લંઘનને કારણે પૂંછના બાલાકોટ સેકટરમાં જાનમાલને નુકસાન થયું છે. અહીં કેટલીક કારના કાચ તૂટી ગયા હતા.

તો થોડા દિવસ પહેલા પુલવામાના લિટરમાં એન્કાઉન્ટર બાદ સ્થાનિક લોકોએ સુરક્ષાદળોને નિશાન બનાવતા ઘર્ષણ સર્જાયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં સ્થાનિક લોકો દ્વારા અવાર-નવાર અડચણો પેદા કરવામાં આવે છે.

પુલવામા એન્કાઉન્ટર સાથે જ જમ્મુ-કાશ્મીરમાં 2017ના વર્ષમાં અત્યાર સુધીમાં 171 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ પણ કહી ચુક્યા છે કે સેના કાશ્મીરમાં આતંકવાદીઓનો વીણીવીણીને સફાયો કરી રહી છે અને દરરોજ સરેરાશ ચારથી પાંચ આતંકીઓ ઠાર થાય છે. બુધવારે બાંદીપુર એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયબાના બે આતંકી ઠાર થયા હતા અને આ અથડામણમાં પહેલી વખત વાયુસેનાના બે ગરુડ કમાન્ડો પણ શહીદ થયા હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter