Movie Review: જગ્ગા જાસૂસ

પ્રોડ્યુસર-ડિરેક્ટર અનુરાગ બાસુએ રણબીર કપૂર સાથે મળીને ફિલ્મ ‘બર્ફી’ બનાવી હતી, જે સુપરહિટ રહેવાની સાથે તેણે કેટલાય એવોર્ડ્સ પણ મળ્યા હતા. ત્યારબાદ લગભગ 4 વર્ષ પહેલા અનુરાગ બાસુએ પોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં રણબીર કપૂરને સાઇન કર્યો અને તેની તૈયારી શરૂ કરી દીધી, તેમનો આ પ્રોજેક્ટ એટલે ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’. ફિલ્મના શૂટિંગમાં ઘણો સમય લાગી ગયો અને લગભગ 4 વર્ષ પછી આ ફિલ્મ તૈયાર થઇ અને છેવટે આજે (14 જૂલાઇ)ના રિલીઝ થઇ.

અનુરાગ બાસુના આ પ્રોજેક્ટમાં પહેલી વખત રણબીર કપૂર ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે અને કેટરિના સાથે બ્રેકઅપ બાદ રણબીર-કેટરિનાની કેમેસ્ટ્રીને જોવી રસપ્રદ હશે, શું અનુરાગ બાસુની આ ફિલ્મ ઓડિયન્સને પસંદ આવશે, જાણો ફિલ્મનો રિવ્યુ:

સ્ટોરી:

ફિલ્મની વાર્તા રણબીર કપૂર (જગ્ગા)ની છે જે વર્ષો પહેલા ખોવાઇ ગયેલા તેના પિતાની શોધ કરવા નીકળે છે. આ કામમાં તેની મદદ કેટરિના કૈફ (શ્રુતિ) કરે છે. પરંતુ ત્યારે જ જગ્ગાને ખબર પડે છે કે તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. પિતાની મૃત્યુ કયા કારણોથી થયું તે જાણવા માંગે છે. આ વચ્ચે જગ્ગા આર્મ્સ (હથિયાર) ડિલર્સની વચ્ચે ફસાઇ જાય છે. ફિલ્મની સ્ટોરી રણબીર અને કેટરિનાની આસપાસ ફરે છે. પરંતુ શું જગ્ગા તેના પિતાના ગુનેગારોને શોધી શકશે? શું તે દોષિઓને સજા આપવી શકશે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન:

ફિલ્મનું ડિરેક્શન અનુરાગ બાસુએ કર્યુ છે. જે ખરેખર  કમાલનું છે. કેમેરાવર્ક અને વ્યૂઝ્યલ શાનદાર છે. ફિલ્મનું લોકેશન રિસર્ચ બેઝ્ડ છે. પરંતુ ફિલ્મની વાર્તા બોરિંગ છે, જેના લીધે ફિલ્મ ધીમી લાગે છે. ફિલ્મના મોટેભાગના ડાયલોગ્સ ગીતની જેમ છે, જે તેને અન્ય ફિલ્મ કરતા અલગ બનાવે છે.

એક્ટિંગ:

ફિલ્મમાં રણબીરે શાનદાર એક્ટિંગ કરી છે. કેટરિના ઠીક-ઠાક છે. ફિલ્મમાં રણબીર-કેટરિનાની કેમેસ્ટ્રી તમને જરૂરથી પસંદ આવશે. રણબીરના પિતા બનેલા શાશ્વત ચેરર્જીની એક્ટિંગ ઉમદા છે.

મ્યૂઝિક:

ફિલ્મનું મ્યૂઝિક તમને પસંદ આવશે. ફિલ્મના ઘણા બધા સોંગ્સ અરિજીત સિંહના અવાજમાં છે. ‘ગલતી સે મિસ્ટેક’, ‘દિલ ઉલ્લૂ કા પઠ્ઠા હૈ’ તમારી જીભ પર ચડી જશે.

ફિલ્મ જોવી કે નહીં:

આ એક મ્યુઝિકલ એડવેન્ચેરસ રોમેન્ટિક ડ્રામા મૂવી છે, જો તમે રણબીર-કેટરિનાના ફેન્સ હોવ તો તમને આ ફિલ્મ જરૂરથી પસંદ આવશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter