જેક્લિનની પહેલી રેસ્ટોરન્ટનું થયું ઓપનિંગ, પીરસાશે શ્રીલંકાના વ્યંજન

બોલીવુડની એકેટ્રેસ જેકલિન ફર્નાન્ડીઝે અભિનય ક્ષેત્ર બાદ હવે અન્ય એક ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. અનેક ફિલ્મોમાં એક્ટિંગ અને ડાન્સ મૂવ્સથી પોતાનો જાદુ વિખેરનાર જેકલિન હવે શેફ બની ગઇ છે.

જેકલીને તાજેતરમાં જ પોતાના હોમ ટાઉન કોલોમ્બોમાં પોતાના પહેલાં રેસ્ટોરન્ટનું ઓપનિંગ કર્યું છે. કેમા સૂત્ર નામના આ રેસ્ટોરન્ટમાં શ્રીલંકાના શેફ દર્શન મુનિદાસ સાથે પોતાની એક તસવીર શેર કરી છે.

Chef and partner in crime @dharshanmunidasa getting me ready for our big day @kaemasutra in @shangrilacolombo coming soon 💋

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

આ તસવીર શેર કરતાં તેણે લખ્યું કે  દર્શન મુનિદાસ સાથે પોતાના પહેલા રે,ટોરન્ટ કેમા સૂત્રની ઘોષણા કરતાં તે રોમાંચિત થઇ ઉઠી છે. તેણે આ રેસ્ટોરન્ટ શાંગરી લા કોલોંબોમાં શરૂ કર્યું છે, જેમાં શ્રીલંકાના ફેમસ વ્યંજનો પિરસવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જેકલીન હવે રેસ-3માં સલમાન ખાન સાથે જોવા મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter