JHMSનું મિની ટ્રેલ થયું રીલીઝ , શાહરૂખે પોતાને ગણાવ્યો છીછરો

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ જબ હેરી મેટ સેજલનું મિની ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું. આ મિની ટ્રેલમાં ફિલ્મની પ્રથમ ઝલક બતાવવામાં આવી છે. આ ટૂંકા વીડિયોમાં શાહરૂખ ખાન તથા અનુષ્કા શર્માને વાતચીત કરતા જોઈ શકાય છે. આ ફિલ્મ માટે શાહરૂખની ટીમે જુદી રીતે જ પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું. તેના ભાગ રૂપે સીધુ ટ્રેલર લોન્ચ કરવા કરતા તેના નાના નાના વીડિયો રજૂ કરવામાં આવશે. જેને મિની ટ્રેલ કહેવાય છે. જબ હેરી મેટ સેજલનું પ્રથમ મિની ટ્રેલ તેના ભાગરૂપે જ બહાર પાડવામાં આવ્યું છે. જબ હેરી મેટ સેજલમાં શાહરૂખ ખાન એવા યુવકનું પાત્ર કરી રહ્યો છે જેને ગાવાનો ઘણો શોખ છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન અનુષ્કા શર્મા સાથે વાત કરી રહ્યો છે અને વાતચીતમાં તે પોતાને ચીપ તથા છોકરીઓના મામલે ખરાબ અને છીછરો જણાવે છે. તે આ રીતે અનુષ્કા શર્માને ડરાવી રહ્યો છે.
તાજેતરમાં જ શાહરૂખ ખાને એક વીડિયો દ્વારા દેશની તમામ સેજલ નામની યુવતીઓને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમજ શાહરૂખ એ શહેરમાં જશે જ્યાં સેજલ નામની યુવતીઓ સૌથી વધારે પ્રમાણમાં રહેતી હોય. ઇમ્તિયાઝ અલી ડિરેક્ટેડ આ ફિલ્મ 4 ઓગસ્ટના રોજ રજૂ થઈ રહી છે.