J & K : જમ્મુ-શ્રીનગર હાઇવે પર એલર્ટ, અમરનાથ યાત્રા પર ફરી હુમલાની આશંકા

આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર ફરી એકવાર હુમલો કરે તેવી આશંકા છે. સુરક્ષા એજન્સીઓને મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવે તેવી શક્યતા છે. એજન્સીઓને રિવારે રાત્રે જાણકારી મળી હતી કે કેટલાક શંકાસ્પદ શખ્સો ટ્વેરા ગાડીમાં જોવા મળ્યા હતા. જણાવવામાં આવે છે કે તેઓ રામબન અને ઉધમપુરની વચ્ચે કોઈપણ સ્થાન પર હુમલો કરવાની કોશિશ કરે તેવી શક્યતા છે.

સૂત્રોનું કહેવું છે કે આ ટવેરા ગાડીનો ક્રમાંક જેકે-04 પી- 4615 છે અને તેમા 4 લોકો જોવા મળ્યા હતા. રામબનથી લઈને ઉધમપુર સુધીના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. અમરનાથ યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખને મોટી સંખ્યામાં જવાનોને તેનાતી કરવામાં આવ્યા છે. અમરનાથ યાત્રા માટે આવાગમન કરતા વાહનોને ત્રિસ્તરીય સુરક્ષાચક્રમાં રાખવામાં આવ્યા છે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર સતર્કતામાં વધારો કરાયો છે. તેની સાથે શંકાસ્પદોની ધરપકડ માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે.

હાલ શંકાસ્પદ શખ્સો સાથેની ટ્વેરા ગાડી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં અમરનાથ ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લામાં હુમલો કર્યો હતો. તેમાં 7 તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા અને 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter