આ હોરર ફિલ્મે માત્ર 3 દિવસમાં રૂ. 1150 કરોડની કરી કમાણી

8 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી હોરર ફિલ્મ ‘It’ની રેકોર્ડબ્રેકિંગ કમાણી સાંભળીને તમારા હોંશ ઉડી જશે. આ ફિલ્મ પોપ્યુલર હોરર રાઈટર સ્ટીફન કિંગની નૉવલ પર આધારિત છે. ફિલ્મનું માત્ર 3 દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન 1150 કરોડ રૂપિયા છે.

આ ફિલ્મે રિલીઝ થતાંની સાથે તમામ હોરર ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મને હોલિવુડની અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મ માનવામાં આવી રહી છે અને સાથે સૌથી વધારે કમાણી કરનાર હોરર ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મ ‘It’ રવિવાર સુધી 4,103 સ્થળો પર 746 મિલિયનની કમાણી કરી હતી.

ખાસ વાત એ છે કે હોલિવૂડની આ હોરર ફિલ્મને ભારતમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ ક્રિટિક્સ અને ઓડિયન્સને ફિલ્મ ડરાવવામાં સફળ રહી છે. આ ફિલ્મ 2 પાર્ટ્સમાં બની છે, જેનો સેકન્ડ પાર્ટ 2019માં રિલીઝ થશે.

ફોર્બ્સની એક રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 326.2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિલીઝના પહેલા જ દિવસે બમ્પણ કમાણી કરનારનો આ રેકોર્ડ પહેલા 2013માં રિલીઝ થયેલી ‘ધ કન્જ્યુરિંગ’ના નામે હતો. જેને પહેલા દિવસે 262.2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘કન્જ્યુરિંગ 2’ પહેલા વીકેન્ડ પર લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

શું છે ફિલ્મની સ્ટોરી:

ફિલ્મની સ્ટોરી ડેર્રી નામના એક શહેરની છે. અહીંયા એક ભૂત જોકરનો ડ્રેસ પહેરીને શહેરના બાળકોને ડરાવે છે. ડેર્રીમાં 7 વર્ષના એક બાળકને જોકર કિડનેપ કરે છે અને પછી તેને ખાઈ જાય છે. ધીરેધીરે તે અનેક બાળકોને પોતાનો શિકાર બનાવે છે. અહીં ખાસ વાત એ છે કે, આ જોકરે બનાવેલી વસ્તુઓ માત્ર બાળકો જ જોઈ શકે છે અને મોટા લોકો તેણે મહેસૂસ પણ કરી શકતા નછી. એવામાં ડરેલા આ બાળકોનું ગ્રુપ કઇ રીતે આ ભૂતિયા જોકરથી લડે છે તે ખરેખર રસપ્રદ છે.

જુઓ ફિલ્મનું ટ્રેલર:

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter