Video : હાર્દિક પંડ્યાનો થ્રો વાગતાં જ મેદાન પર ફસડાઇ પડ્યો આ ખેલાડી

આઇપીએલની 11મી સીઝનમાં મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ 46 રને વિજયી બની. પરંતુ મેચ દરમિયાન ટીમને એક મોટો ઝાટકો લાગ્યો. ટીમના વિકેટકિપર ઇશાન કિશનને એવી ઇજા થઇ કે તેણે મેદાન છોડીને જ બહાર જતા રહેવુ પડ્યું.

મેચ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક થ્રો ઇશાનના ચહેરા પર વાગ્યો જે પછી તે મેદાન પર જ ફસડાઇ પડ્યો. ઇશાનને ઇજા થયા બાદ ઘમી વાર સુધી મેચને અધવચ્ચે જ રોકવી પડી. મેદાન પર જ સારવાર લઇને ઇશાન પરત ફરવુ પડ્યું.

CRICKET.GSTV.IN

 

ઇજા તેની આંખ પાસે થઇ હતી અને સદ્ભાગ્યે બોલ તેની આંખ પર વાગ્યો ન હતો. ઇશાનની આંખ સોજાઇ ગઇ હતી.

ઇશાનની ઇજાને લઇને કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, કિશન એક-બે દિવસમાં ઠીક થઇ જશે. તેની ઇજા ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતી. હું પણ હજુ સુધી તેને મળી શક્યો નથી પરંતુ તે ટૂંક સમયમાં ઠીક થઇ જશે.મારા ખ્યાલ મુજબ એક-બે દિવસમાં તે ઠીક થઇ જશે.

આરસીબીની ઇનિંગની 13મી ઓવર હતી. જસ્પ્રીત બુમરાહના બોલ પર વિરાટ કોહલીએ પુલ શૉટ ફટકાર્યો. હાર્દિક પંડ્યાએ બોલને ફિલ્ડ તરફ સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કર્યો. બોલ એકદમ ઉછળતી ઇશાનના ચહેરા પર વાગ્યો. જે પછી તરત જ ઇશાન પીડાથી મેદાન પર ફસડાઇ પડ્યો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter