IQ ટેસ્ટમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ્સ  કરતાં આગળ નિકળ્યો ભારતીય મૂળનો અર્ણવ

IQ ટેસ્ટમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ્સ કરતાં પણ વધુ ગુણ મેળવી ભારતીય મૂળના અર્ણવ શર્માએ રેકોર્ડ સ્થાપ્યો છે. અર્ણવ શર્મા ૧૧ વર્ષનો છે.

દુનિયામાં  IQનો બેચમાર્ક ૧૪૦ જેટલો રાખવામાં આવ્યો છે જે મોટેભાગે સામાન્ય લોકોનો હોય છે. જ્યારે અર્ણવે ૧૬૨ માર્ક મેળવી નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

નિષ્ણાંતોના મતે આ પરીક્ષામાં 162 ગુણ મેળવવા લગભગ ઇમ્પોસિબલ જેવું છે. અર્ણવે બે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ કરતાં બે ગુણ વધુ મેળવ્યા છે.

અર્ણવે આ ટેસ્ટ માટે કોઈ જ પ્રકારની તૈયારીઓ નહોતી કરી અને પરીક્ષાનું પેપર કેવું હોય છે અને તેમાં શું પુછવામાં આવે તે પણ જોયું નહોતું છે.

પ્રિમિલરીમાં જ વર્બલ રીઝનિંગ એબિલિટીના માર્ક દ્વારા જ તે સમગ્ર બ્રિટેનમાં સૌથી વધુ IQ ધરાવતા એક ટકા લોકોમાં સ્થાન પામી ચૂકયો હતો.

આ સાથે જ અર્ણવને mensa નામની વિશ્વની ટોપ ઇન્ટેલિજન્ટ કલબમાં સ્થાન મળી ગયું છે. જો તમે તેમાં ટોચના નંબર લાવો તો જ તમને આ કલબમાં પ્રવેશ મળે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter