આ તારીખે રમાશે IPL 2018ની પ્રથમ મૅચ, ફાઈનલ 27મી મેએ : મૅચોના સમયમાં મોટો બદલાવ

IPL 2018ની શરૂઆતની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. લીગની 11મી સીઝનનો પ્રારંભ 6 એપ્રિલે મુંબઈમાં શરૂ થશે. જ્યારે પ્રથમ મૅચ 7 એપ્રિલના રોજ મુંબઈમાં જ રમાશે.

IPL કમિશ્નર રાજીવ શુક્લાએ કહ્યું છે કે 6 એપ્રિલે લીગનું ઉદ્ઘાટન સમારોહ થશે જ્યારે 7 ઍપ્રિલે પ્રથમ મૅચ રમાશે.

આ વખતે ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે. ખાસ વાત એ છે કે બે વર્ષના પ્રતિબંધ બાદ ચૅન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની આ લીગમાં વાપસી થઈ રહી છે. જ્યારે આ સાથે જ બે સીઝન માટે લીગમાં શામેલ થયેલી ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ હવે લીગનો હિસ્સો નહીં હોય.

સમયને લઈને થયો મોટો બદલાવ

IPL ગવર્નિંગ કાઉન્સિલે મેચના સમયની શરૂઆતને લઈને મોટો નિર્ણય કર્યો છે. સાજે 4 અને 8 વાગ્યે શરૂ થનારા મુકાબલાઓના સમય બદલાઈ ગયા છે. રાજીવ શુક્લાએ કહ્યું કે રાત્રે 8 વાગ્યે શરૂ થનારી મેચનું સીધું પ્રસારણ હવે 7 વાગ્યાથી શરૂ થશે જ્યારે 4 વાગે રમાનારી મૅચ હવે 5.30 વાગ્યે રમાશે.

કિંગ્સ ઇલેવન પંજાબ પોતાના ઘરેલુ મુકાબલા મોહાલીમાં અને ત્રણ મૅચ ઇન્દોરમાં રમશે. જ્યારે રાજસ્થાન રોયલ્સની ઘરેલુ મૅચો પર નિર્ણય 24 જાન્યુઆરીએ રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય બાદ આવશે.

IPL 2018 માટે ખેલાડીઓની નિલામી 27 અને 28 જાન્યુઆરીએ બૅંગાલુરુમાં થશે. જેમાં 578 ખેલાડીઓ પર બોલી લાગશે. IPLમાં જે 578 ખેલાડીઓ પર બોલી લાગી રહી છે તેમાં 360 ભારતીય ખેલાડીઓ છે.

IPL 2018ની ફાઈનલ મૅચ 27મી મે મુંબઈમાં જ રમાશે. IPLની અત્યાર સુધીની 10 સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ ત્રણ વખત ટ્રોફી જીતી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter