IPL 2018: પ્રશંસક ધોનીને પગે લાગ્યો, જુઓ વીડિયો

મહેન્દ્રસિંહ ધોની આજે પણ ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંના એક છે. શુક્રવારે પુણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે રમાયેલા મુકાબલામાં ધોનીનો એક પ્રશંસક સામે આવ્યો છે. હવે ધોનીના આ પ્રશંસકે મેચ દરમ્યાન ધોનીને પગે લાગી ધન્યતા અનુભવી હતી.

સુરેશ રૈના આઉટ થયા બાદ ધોની મેદાનમાં બેટિંગ કરવા આવી રહ્યાં હતાં ત્યારે પેવેલિયનમાંથી એક શખ્સ દોડીને આવ્યો હતો અને તે ધોનીના પગે લાગ્યો હતો. આ વીડિયો તાત્કાલિક વાયરલ થયો હતો. ધોનીને પગે લાગીને પાછા જતી વખતે યુવકના ચહેરા પર અનોખી ખુશી પ્રતિત થઇ રહીં હતી.

આ મેચમાં શેન વોટ્સનની શાનદાર સદીને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના નવા ડોમેસ્ટિક મેદાન પર રાજસ્થાન રૉયલ્સને 64 રનોથી હરાવી હતી. કાવેરી વિવાદને કારણે ચેન્નઈની મેચ હવે પુણે શિફ્ટ કરી દેવામાં આવી છે.

CRICKET.GSTV.IN

ચેન્નઈના પ્રશંસકો માટે ફ્રેઈન્ચાઈઝીએ એક સ્પેશિયલ ટ્રેન વિસલપોડુ એક્સપ્રેસનો બંદોબસ્ત કરાવ્યો હતો. પ્રશંસકો માટે આ ટ્રેનમાં મુસાફરી ખાવા-પીવાથી રહીત હતી. આ સિવાય ફ્રેન્ચાઈઝી તરફથી રહેવાનું તૈયાર કરાયું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter