ઇન્ફોસિસની રાજીવ બંસલના severance pay મુદ્દે સેબીમાં અરજી

ઇન્ફોસિસે બજાર નિયામક SEBI સામે એક અરજી દાખલ કરી છે.આમાં કંપનીમાં ચિફ ફાઇનાન્શિયલ ઓફિસર રહી ચૂકેલા રાજીવ બંસલને છૂટા થતી વખતે અપાયેલ severance pay ના મુદ્દે સેટલમેન્ટની અરજી કરાઇ છે.

બીએસઇ સમક્ષના એક ફાઇલીંગમાં કંપનીએ જણાવ્યું છે કે તેના પર બંસલ સાથે સહી કરાયેલ છૂટા પડતી વખતના કરાર તથા પેમેન્ટ માટે Nomination and Remuneration Committee અને ઓડિટ કમિટીની પૂર્વ અને અલગથી સંમતિ લેવાઇ નથી એવા આક્ષેપો થાય છે તે બાબતને આ અરજી થકી એ સેટલ કરી દેવા માંગે છે.

આ ફાઇલીંગમાં વધુમાં જણાવાયુ હતુ કે ઉક્ત સેવરન્સ એગ્રીમેન્ટની , પેમેન્ટ આપવાનું બંધ કરાયાની વિગતો તથા કરાર અન્વયે arbitration શરૂ કરાયાની વિગતો જાહેર કરવામાં પણ કંપની નિષ્ફળ ગઇ હતી. ટોપ મેનેજમેન્ટ સાથે મતભેદ થતાં ઓક્ટોબર 2015માં રાજીવ બંસલે પદત્યાગ કર્યો ત્યારે તેમને રૂ. 17.38 કરોડની રકમ સેવરન્સ પે તરીકે ચૂકવાઇ હતી જે લગભગ બે વર્ષના પગાર જેટલી હતી. ત્યારે કંપનીએ એ પેમેન્ટ કરારની શરતો મુજબ થયું હોવાનુ જણાવ્યું હતુ ,પરંતુ પાછળથી નારાયણ મૂર્તિ સહીતના કો-ફાઉન્ડરોએ વાંધો લેતા આ પેકેજ રદ કર્યું હતુ. જોકે પેકેજ રદ કરાયાની પહેલા જ બંસલને રૂ. 5 કરોડનું પેમેન્ટ થઇ ગયુ હતુ. આવી બાબતોને લઇને કંપનીના તત્કાલીન CEO વિશાલ સિક્કાના કોર્પોરેટ ગવર્નન્સને લઇને મૂર્તિએ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે બંસલને અપાયેલ સેવરન્સ પેકેજને “hush money” તરીકે જોઇ શકાય એવો ચાબખો પણ માર્યો હતો. આ પેકેજનો બચાવ કરનાર ઇન્ફોસીસના ભૂતપુર્વ ચેરમેન R Seshasayeeની પણ વિશાલ સિક્કા સાથે જ ભારે બોર્ડરૂમ ડ્રામાના અંતે વિદાય થઇ હતી. હવે પારદર્શિતા સાથે કેપનીએ આ અરજી કરી ભૂતકાળની ભૂલો સુધારવાના ઉત્તમ કોર્પોરેટ ગવર્નન્સનો દાખલો પૂરો પાડ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter