પાંચ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો મોંઘવારી દર

ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડાના પગલે મે મહિનામાં છૂટક મોંઘવારી દરમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. તેની સાથે મોંઘવારી દર ઘટીને 2.18 ટકા થઇ ગયો છે.

એપ્રિલમાં છૂટક મોંઘવારીનો આંકડો 2.99 ટકા હતો. પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓમાં સતત ઘટાડાના કારણે મોંઘવારી દરમાં નરમાઇ રહી. છૂટક મોંઘવારી બાદ હવે સંભાવના જણાઇ રહી છે કે રિઝર્વ બેંક દ્વારા ઓગષ્ટ મહિનાની દ્વિમાસીક સમિક્ષામાં વ્યાજદરોમાં ઘટાડો થઇ શકે છે. ગ્રાહક મોંઘવારી દરના આંકડાઓને માપવા માટે 2012ને પાયાના વર્ષ તરીકે નક્કી કર્યા બાદથી મોંઘવારીનો દર ત્યારપછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે.

હવામાન વિભાગે ચોમાસાની સાનૂકૂળ રહેવાની આગાહી કરતા જાણકારોએ આગળ પણ મોંઘવારી દરમાં ઘટાડાના સંભાવના વ્યક્ત કરી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter