બે ઓલિમ્પિક વિજેતાઓને હરાવી પ્રણય સેમી ફાઇનલમાં

ભારતીય શટલર એચ.એસ.પ્રણયે પોતાની શાનદાર રમત જારી રાખતા વિશ્વ અને ઓલિમ્પિક ચેમ્પિયન્સ ચેન લોન્ગને હરાવી ઉલટફેર કરતા ઇન્ડોનેશિયા સુપર સીરીઝ પ્રીમિયરની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે કિંદાબી શ્રીકાંતે પણ અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે.

એચ.એસ.પ્રણયએ સતત બે દિવસમાં બે ઓલિમ્પિક વિજેતાઓને હરાવી બેડમિન્ટનની દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. સાઉથ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા પ્રણયએ ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝની ક્વાર્ટર ફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન ચેન લોન્ગને ત્રણ ગેમના મુકાબલામાં 21-18, 16-21, 21-19થી હરાવી મોટી જીત હાંસલ કરી હતી. પ્રણયે આ પહેલા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પૂર્વ વર્લ્ડ નંબર એક અને ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા લી ચોન્ગ વેઇને 21-13, 21-18 થી હરાવી સૌને ચોંકાવી દીધા હતા.

જ્યારે શ્રીકાંતે ચીની તાઇપેના જૂ વેઇ વાંગને 21-15, 21-14 થી હરાવી અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. હવે શ્રીકાંતનો સામનો કોરિયાના સાને વાન સામે થશે. તો વળી, પ્રણયનો સામનો જાપાની ક્વાલિફાયર કાજુમાસા સકાઇ અને ઇંગ્લેન્ડના રાજીવ ઓસફ વચ્ચે થનાર મુકાબલાના વિજેતા સામે થશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter