સ્માર્ટફોનમાં ઘટી રહી છે સ્પેસ, ગૂગલની આ એપ કરશે હેલ્પ

‘ગુડ મોર્નિંગ…’, આ લાઇન ભલેને તમને પસંદ આવી હોય કે નાપસંદ હોય પરંતુ આવી કેટલાય મેસેજ તમારા ફોનમાં ઘણીવાર જરૂર આવ્યા હશે. આવા જ મેસેજ અમેરિકામાં હાજર કેટલાય એેન્જિનીયરોની ચિંતાનું કારણ બન્યું છે. ગૂગલે ખાસ તેના પર રિસર્ચ કર્યું છે.

ગૂગલના રિસર્ચ મુજબ, ભારતમાં ગુડ મોર્નિંગના મેસેજ એટલા બધા આવે છે કે દરેક ત્રણ સ્માર્ટફોનમાંથી એક સ્માર્ટફોન રોજ આઉટ ઓફ સ્પેસ થઇ રહ્યો છે. અમેરિકામાં રોજ માત્ર 10માંથી એક સ્માર્ટફોન આઉટ ઓફ સ્પેસ થાય છે.

ક્યારેક પક્ષીની ફોટો, ફુલ તો ક્યારેક બાળકની ફોટો. રોજ ભારતના હજારો લોકો પોતાના મોબાઇલ સ્ક્રિન પર સૌથી પહેલા આ પ્રકારના મેસેજ મોકલવા લાગે છે. તેમાં નવા નવા સ્માર્ટફોન યૂઝ કરતા સિનીયર સિટિઝન પણ સામેલ છે.

જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ પ્રકારની ફોટો મેળવવા માટે કેટલાક લોકો ગૂગલ સર્ચ પર ગુ઼ડ મોર્નિગની ફોટો સર્ચ પણ કરતા હોય છે. એક રિપોર્ટ અનુસાર 5 વર્ષમાં આ પ્રકારની ફોટો સર્ચ કરનારની સંખ્યા 10 ગણી વધી છે.

ભારતમાં સ્માર્ટફોન અને ડાટા પ્લાન્સ બન્ને સસ્તા બન્યા છે. અને તેને કારણે મોટી સંખ્યામાં લોકો પહેલીવાર ઇન્ટરનેટ પર આવ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટ રજૂ કરી છે જે કહે છે કે ભારતમાં મોટા મોટા ગૃપ સર્કલ બનાવવામાં આવે છે. જેમકે, સ્કુલના મિત્ર, ઓફિસના મિત્ર, સંબંધીઓ અને કેટલાક ક્લોઝ ફ્રેન્ડ. આ કારણે અહીંના લગ્નમાં પણ સેંકડોની સંખ્યામાં લોકોને બોલાવામાં આવે છે. હવે આ સ્માર્ટફોન આ ટેન્ડેન્સીને બનાવી રાખવામાં લોકોની મદદ કરી રહ્યું છે.

કેટલાક લોકો આ મેસેજથી એટલા હેરાન થાય છે કે કેટલાય વ્હોટ્સએપ ગ્રુપને છોડી દે છે નહીં તો કેટલીક એવી તસવીરોને વિના ડાઉનલોડ કર્યા ડિલીટ કરી દે છે. જ્યારે કેટલાક નોટિફિકેશન ઓફ કરી દે છે.

સસ્તા સ્માર્ટફોનમાં સ્પેસ ઓછી હોય છે અને મોટાભાગે આવા મેસેજ તેને ભરી દે છે. ગૂગલે તેનું સોલ્યૂશન નીકાળવા માટે ફાઇલ્સ ગો નામથી એક એપ લોન્ચ કરી છે. આ એપથી યૂઝર્સ એક જીબી ડાટા ડિલીટ કરી શકે છે. આ એપમાં સરળતાથી ગુડ મોર્નિંગનો મેસેજ તમે ડિલીટ કરી શકો છો.

એક રિપોર્ટ કહે છે કે નવા વર્ષે ભારતમાં ન્યૂ ઇયર વિશ કરવા માટે વ્હોટ્સએપ પર 20 અરબ મેસેજ મોકલવામાં આવ્યા. આ અત્યાર સુધીમાં એક રેકોર્ડ છે અને કોઇપણ બીજા દેશને મોકલવામાં આવેલા મેસેજથી વધારે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter