ફિફા U-17 વર્લ્ડ કપમાં ભારત હાર્યું, ઘાના અંતિમ-16માં

કોલંબિયા સામે ગત મેચમાં સારો દેખાવ કરનાર ભારતીય ટીમ ગુરૂવારે ઘાનાના કપ્તાન એરિક અયાહ અને તેમના સાથીઓ સાથે પરાસ્ત નજરે આવી હતી. ઘાનાએ ભારતીય ટીમને એક તરફી મુકાબલામાં 4-0થી હરાવી જીત હાંસલ કરી હતી. આ જીત સાથે ઘાના ફિફા અન્ડર-17 વર્લ્ડ કપની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે.

દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બે વખતના ચેમ્પિયન ઘાના તરફથી એરિક અયાહે 43મી અને 52મી મિનિટમાં બે ગોલ જ્યારે સ્થાનાપ્ન રિકાર્ડો ડાન્સોએ 86મી અને ઇમાનુઅલ ટોકુએ 87મી મિનિટમાં 1-1 ગોલ ફટકાર્યા હતા. જો કે, હાર બાદ ભારતીય ખેલાડીઓ ખાસ કરીને ધીરજ સિંહની આંખોમાં આંસુ આવ્યા હતા, જેણે આજે કંઇક સારો બચાવ કર્યો હતો.આ સાથે ભારતીય ટીમ ત્રણ મેચ હારીને ટૂર્નામેન્ટની બહાર થઇ ગઇ છે. ભારતને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઘાનાના આ જીતથી ત્રણ મેચમાં કુલ છ અક થયા છે. આ સાથે તે ગ્રુપ એ માં પ્રથમ સ્થાન પર રહ્યું છે. જ્યારે કોલંબિયા અને અમેરિકા પણ 6-6 સ્થાન પર રહ્યાં છે. પરંતુ ગોલના અંતરમાં તેઓ ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાન પર ખસી ગયા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter