સેન્સેક્સ 355 અંક તૂટ્યો, બધા જ ઇન્ડેક્સ લાલ નિશાનમાં

અઠવાડિયાના પ્રથમ દિવસે જ શેર બજારનો ઇનેડ્ક્સ 355 અંક તૂટ્યો હતો. બપોર બાદ સેન્સેક્સ 355 અંક ઘટીને 31, 576.33ની સપાટીએ આવી ગયો હતો અને મોટા ભાગના ઇન્ડેક્સ લાલ નિશાનમાં વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી 112 અંક ઘટીને 9, 851.55 અંક ઘટીને લાલ નિશાનમાં વેપાર કરી રહ્યો છે. નેશનલ એક્સચેન્જ પર મિડકેપમાં 1.32 ટકા અને સ્મોલકેપમાં 2.02 ટકાની નબળાઈ જોવા મળી હતી. સૌથી વધુ નફાવસૂલી રિયલ્ટી શેરમાં જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં ઘટાડો છેલ્લા 5 સત્રોથી ચાલી રહ્યો છે. જેમાં નિફ્ટી આશરે 3 ટકા તૂટ્યો છે. અને  ગત પાંચ સત્રોમાં નિફ્ટી 10150ના સ્તરેથી 9, 851ના સ્તરે આવી ગયો છે. તો સેન્સેક્સ પણ આ દરમિયાન 259 અંક તૂડ્યો છે. આજે પણ વેપારી સત્ર દરમિયાન સેન્સેક્સ તથા નિફ્ટીમાં 1 ટકા કરતાં વધારેનો ઘટાડો જોવા મળ્યો હતો.

આતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા મિશ્ર સંકેતોને પગલે  પણ બજારમાં  ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.  જાપાનનો નિક્કેઈ 0.44 ટકાન વધારા સાથે 20, 384ના સ્તરે , તો ચીનનો શાંઘાઈ 0.35  ટકાની નબળાઈ સાથે  તો કોરિયાનો કોસ્પી 0.45 ટકા નબળાઈ સાથે  વેપાર કરી રહ્યો છે. ગત વેપારી સત્રમાં   અમેરિકાનો મુખ્ય સૂચકાંક ડાઓ જોન્સ 0.04 ટકાની નબળાઈ સાથે 22. 349ના સ્તરે તથા એસએન્ડપી 500ના વધારા સાથે  તથા નાસ્ડેક 0.07 ટકાના વધારા સાથે 6, 426ની સપાટીએ બંધ થયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter