કોરિયાના હાઇડ્રોજન બોમ્બ પરિક્ષણથી સેન્સેક્સ સહિત એશિયન બજારો ગગડ્યા

ભારતીય શેરબજાર અઠવાડિયાના પ્રથમ દિવસે  ઘટાડા સાથે શરૂ થયો હતો તેમજ અન્ય એશિયન  બજારો  પણ ઘટાડા સાથે ખૂલ્યા હતા. તેનું મુખ્ય કારણ  રવિવારે  ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલું હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ હતું.  જોકે કોરિયાઈ પરીક્ષણની અસર ચીનના મુખ્ય સૂચકાંક શાંઘાઈ કંપોઝિટ ઇન્ડેક્સ પર પડી નહોતી.  અને તેમાં લીલા નિશાનમાં વેપાર થયો હતો.  ભારતીય સેન્સેક્સની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ 92 અંક ઘટીને  31, 799ની સપાટીએ વેપાર કરી રહ્યો છે જ્યારે 50 શેર વાળો એનએસસી નિફ્ટી 28 અંક ઘટીને  9, 945ની સપાટીએ વેપાર કરી રહ્યો છે.

શેરબજારમાં આ અઠવાડિયે રોકાણકારોની નજર આર્થિક આંકડા, વરસાદ, વૈશ્વિક બજારોના સંકેતો, વિદેશી પોર્ટફોલિયો, અને  ઘરેલું સંસ્થાગત રોકાણકારોનું વળણ, તથા ડોલર સામે રૂપિયાનું પ્રમાણ, કાચા તેલની કિંમતો ઉપર પણ રહેશે.

હાલમાં તો ચોમાસાની પ્રગતિ અને અસરો પણ રોકાણકારોની નજર ટકેલી છે.  ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ હતું કે 30 ઓગસ્ટ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસુ સામાન્ય કરતાં  3 ટકા ઓછું નોંધવામાં આવ્યું છે. જૂન સપ્ટેમ્બરના દક્ષિણ પશ્ચિમી ચોમાસુ દેશની ખેતી માટે ઘણું અગત્યનું છે. કારણ કે દેશમાં મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage