ગુજરાતી કિશોર બન્યો UK નો સૌથી યુવા કરોડપતિ, જાણો કેવી રીતે

ભારતીય મૂળનો એક યુવક સ્કૂલના લંચ બ્રેક દરમિયાન પોતાની ઓનલાઇન એસ્ટેટ એજન્સી થકી પ્રોપર્ટી વેચીને હવે યૂનાઇટે઼ કિંગડમનો સૌથી યુવા કરોડપતિમાંથી એક બન્યો છે.

ડેઇલી મિરર અનુસાર, જ્યારે શાળાના પ્લેગ્રાઉન્ડમાં બીજા બાળકો રમતા હતા ત્યારે આ સમયે 19 વર્ષિય અક્ષય રૂપરેલિયા ચૂપચાપ પોતાના ફોન પર ડીલ્સને લઇને વાટાઘાટોમાં રચ્યો-પચ્યો રહેતો હતો. અક્ષયે એક કોલ સેન્ટર સર્વિસ પણ દાખલ કરી હતી. જેથી તે કલાસમાં હોય ત્યારે ક્લાઇન્ટસને તેમના સવાલનો જવાબ મળી શકે અને સ્કૂલથી છૂટ્યા બાદ તેમને કૉલ કરી શકે. કેટલાક મહિનાઓની અંદર રોકાણકારોએ અક્ષયની કંપની ‘www.doorsteps.co.uk’ ના શેર પણ ખરીદવાના શરૂ કર્યા હતા. એક વર્ષથી વધુ સમયમાં તેની કંપનીની કિંમત 12 લાખ પાઉન્ડ સુધી પહોંચી ગઇ અને તેણે લગભગ 10 કરોડ પાઉન્ડના ઘર વેચ્યા હતા.

અક્ષયે કહ્યું કે, હવે તે જૂના એસ્ટેટ એજન્ટને આ બિઝનેસથી બહાર કરવાના લક્ષ્યને પૂરા કરવાના પ્રયાસમાં છે. કારણ કે એજન્ટ એક ઘરને વેચવા માટે પણ હજારો પાઉન્ડ કમિશન લે છે પરંતુ, અક્ષય આ કામ માત્ર 99 પાઉન્ડમાં કરી દે છે. જો કે, અક્ષયનો આઇડિયા એટલો બધો સફળ થઇ ચૂક્યો છે કે, હવે તેની કંપની યૂકેની 18મી સૌથી મોટી એસ્ટેટ એજન્સી બની ગઇ છે. આર્શ્વયની વાત તો એ છેકે, તેણે લગભગ 16 મહિના પહેલા પોતાની વેબસાઇટ શરૂ કરી હતી.

નોંધપાત્ર છે કે, અક્ષયે પોતાની કંપની શરૂ કરવા માટે પોતાના સંબંધીઓ પાસેથી સાત હજાર પાઉન્ડ ઉધાર લીધા હતા. તેની કંપનીમાં 12 લોકો છે અને હવે તે આ સંખ્યા બેગણી કરવા માટે તૈયાર છે કારણ કે રોકાણકારોએ તેના શેર ખરીદવા માટે પહેલાથી જ તેને પાંચ લાખ પાઉન્ડ્સ આપ્યા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter