AIDS પર સંશોધન કરનારા ભારતીય મૂળના દંપત્તિને અમેરિકાનો ટૉપ એવોર્ડ એનાયત

વિશ્વસ્તરે પ્રશંસા પ્રાપ્ત કરનારા દ.આફ્રિકાના ભારતીય મૂળના સંશોધક દંપત્તિને એચઆઈવી-એડ્સના ક્ષેત્રમાં તેમના મહત્વના યોગદાન માટે બુધવારે અમેરિકાના એક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અમેરિકાના બાલ્ટીમોર સ્થિત ઈન્સ્ટીટ્યુટ ફોર વાઈરોલોજી (આઈએચવી) તરફથી પ્રોફેસર સલીમ અબ્દુલ કરીમ અને કુરેશા અબ્દુલ કરીમને એવોર્ડ એનાયત કરાયો. રોબર્ટ ગેલોની આઈએચવીની 19મી આંતરરાષ્ટ્રીય બેઠકમાં આ એવોર્ડ એનાયત કરાયો.

એડ્સના કારણે એચઆઈવી થાય છે, જેની શોધ ગેલોએ કરી હતી. ગેલોએ એક વક્તવ્યમાં કહ્યું હતું, એચઆઈવી-એડ્સ સાથે જોડાયેલા જન-સ્વાસ્થ્ય અને વ્યાપક રોગચાળાના ઈતિહાસમાં આ બંને પ્રસિદ્ધ મહાનુભાવોનું યોગદાન છે, જે નિવારણ અને સંક્રમિત લોકોની સંભાળ રાખવા સાથે સંબંધિત છે. સલીમ અબ્દુલ કરીમ સેન્ટર ફૉર ધ એડ્સ પ્રોગ્રામ ઑફ રિસર્ચ સાઉથ આફ્રિકામાં નિર્દેશક છે, જ્યારે પ્રોફેસર કુરેશા એસોસિએટ સાઈન્ટિફિક નિર્દેશક છે. આ દંપત્તિએ ટનોફોવિર જેલ નામની દવાની શોધ કરી હતી. જે આ રોગમાં સંજીવનીરૂપ સાબિત થઈ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter