બ્રિટેનમાં આ ભારતીયે બનાવ્યો સૌથી નાની ઉંમરમાં ડૉક્ટર બનવાનો રેકોર્ડ

ભારતમાં જન્મેલા અર્પણ દોશીએ બ્રિટેનમાં રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં જન્મેલા અર્પણ દોશી 21 વર્ષ અને 335 દિવસની વયે મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટનના સૌથી નાની ઉંમરે તબીબ બન્યા છે. અર્પણ દોશીએ 17 વર્ષની વયે શેફીલ્ડ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેઓ હવે ઓગસ્ટ માસથી જૂનિયર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરશે.

આ પહેલા રસેલ ફેહિલ સૌથી નાની વયે ડૉક્ટર બનવાને કારણે મશહૂર બન્યા હતા. રસેલે 2010માં પોતાનો મેડિકલનો અબ્યાસ પૂર્ણ કર્યો હતો. ડૉ. અર્પણ દોશીએ કહ્યું છે કે તેઓ હંમેશા તબીબ બનવા ચાહતા હતા. તેમને અભ્યાસ દરમિયાન નાની વયને લઈને કોઈપણ પ્રકારની મુશ્કેલી થઈ નથી. માનવ શરીર કેવી રીતે કામ કરે છે, તેના સંદર્ભે તેઓ બાળપણથી વિચારતા હતા.

ડોક્ટર બનીને અન્યની મદદ કરવાનો પણ તેમનો વિચાર હતો. મહત્વપૂર્ણ છે કે સૌથી નાની ઉંમરમાં ડૉક્ટર બનેલા અર્પણે 13 વર્ષ સુધી ગુજરાતમાં સ્કુલ અભ્યાસ કર્યો હતો. અર્પણના પિતા ફ્રાંસમાં પરમાણુ પરિયોજનામાં નોકરી કરતા હતા.

2009માં તેઓ ભારતથી ફ્રાંસ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે લોકર યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. અર્પણ દોશીએ 16 વર્ષની ઉંમરે એક સ્કોલરશિપ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષ પાસ કરી હતી.

ત્યારબાદ તેમને શેફીલ્ડ યુનિવર્સિટીએ 13 હજાર પાઉન્ડની સ્કોલરશિપ આપી હતી. હવે અર્પણના પિતા ફ્રાંસથી પાછા આવી ચુક્યા છે. આગામી 2 વર્ષ સુધી અર્પણ યોર્ક ટીચિંગ હોસ્પિટલમાં જૂનિયર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરશે. ત્યારબાદ તેઓ હાર્ટ સર્જરીમાં સ્પેશલાઈઝેશન કરવા ઇચ્છે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter