ભારતીયોને તો 15 લાખ ન મળ્યા પરંતુ સિંગાપોર દરેકને આપશે રૂ. 15,000

ભારતમાં ઘણાં લોકો વડાપ્રધાન પાસે 15 લાખ રૂપિયાની માંગ કરતાં રહે છે. આ લોકોના હાથે તો અત્યાર સુધી નિરાશા જ સાંપડી છે પરંતુ સિંગાપોરના લોકોની કિસ્મત ખુલી ગઇ છે. અહીંની સરકારે 21 વર્ષ કે તેથી વધુની ઉંમરના દરેક લોકોને બોનસ આપવાનો નિર્ણય લીધો છે. એટલે કે તમામ લોકોને આશરે 15,000 રૂપિયા આપવામાં આવશે.

સિંગાપોરમાં જે લોકોની સેલરી 28,001 સિંગાપોર ડૉલર કરતાં વધારે છે તેમને ફક્ત 10 હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને 15 હજાર રૂપિયા આપવામાં આવશે. 1 લાખ સિંગાપોર ડૉલર કરતાં વધારે આવક ધરાવતા લોકોને 5 હજાર રૂપિયા આપવામાં આવશે.

હકીકતમાં સામાન્ય ચૂંટણી પહેલા તે સમયે વડાપ્રધાન પદના ઉમેદવાર રહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતનું તમામ કાળુ ધન પરત આવી જશે તો એટલું ધન એકઠું થશે કે દેશના ગરીબોના ખાતામાં 15 લાખ રૂપિયા નાંખી શકાય. આ કારણે લોકો સરકાર પાસે પૈસા માંગતા જોવા મળ્યાં હતાં. પરંતુ સિંગાપોરમાં પૈસા આપવા પાછળનું કારણ કંઇક અલગ છે. સિંગાપોરના નાણા મંત્રીએ જણાવ્યું કે 2017ના બજેટમાં 9.61 સિંગાપોર ડૉલર સરપ્લસ હોવાના કારણે તેઓ લોકોને બોનસ આપી રહ્યાં છે.

જો કે સરપ્લસની તમામ રકમ બોનસ તરીકે ખર્ચ કરવામાં નહી આવે. તેમાંથી 5 મિલિયન સિંગાપોર ડોલર રેલવે લાઇન બનાવવા માટે ખર્ચ કરવામાં આવશે.

નાણા મંત્રી હેંગ સુઇ કીટે સંસદમાં પોતાના બજેટ ભાષણમાં બોનસ આપવાની ઘોષણા કરી હતી. તેમણે તેને ગિફ્ટ ગણાવ્યું છે. બોનસની રકમ વર્ષ 2018ના અંત સુધીમાં આપી દેવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter