ભારતીય મહિલા ટીમે બેલ્જિયમની જૂનિયર પુરુષ ટીમને હરાવી

ભારતીય મહિલા હોકી ટીમે પોતાના યૂરોપ પ્રવાસ પર શાનદાક અંત કરતા બેલ્જિયમની જૂનિયર પુરુષ ટીમને 4-3થી હાર આપી હતી. ભારત તરફથી ગુરજીત કૌરે સાતમા અને 11 મી મિનિટમા અને કપ્તાન રાનીએ 13મી અને 33મી મિનિટમાં 2-2 ગોલ કર્યા હતા.

આ મેચમાં ભારતીય ટીમે મેચની શાનદાર શરૂઆત કરી અને સાતમી મિનિટમાં જ પેનલ્ટી કોનર હાંસલ કર્યો હતો. જેને ડ્રૈગ ફિલકર ગુરજીતે ગોલમાં બદલ્યો હતો. આ ડિફેન્ડરે 11મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર વધુ એક ગોલ કરીને ભારતની સરસાઇને 2-0ની કરી હતી. કપ્તાની રાનીએ ત્યાર બાદ 13મી મિનિટમાં ગોલ કરતાની સાથે જ ભારતને 3-0થી આગળ કર્યું હતું.

બીજા ક્વાર્ટરની શરૂઆતામાં ગોલકીપર રજની એટિમાર્પૂએ શાનદાર બચાવ કરતા બેલ્જિયમની ટીમને ખાતુ ખોલતા બીજી વખત રોક્યું હતું. મધ્યાંતર સુધી ભારતીય ટીમે 3-0થી આગળ હતી. ભારતે ત્રીજા ક્વાર્ટરમાં ઝડપી શરૂઆત કરી અને રાનીના 33મી મિનિટમાં મેચના પોતાના બીજા ગોલથી 4-0ની સરસાઇ મેળવી હતી.

બેલ્જિયમ તરફથી થિબાલ્ટ નેવેને પેનલ્ટી કોર્નરથી 38મી મિનિટમાં ગોલ કર્યો હતો. ભારત ત્રીજા ક્વાર્ટરના અંત સુધી 4-2થી આગળ હતું. બેલ્જિયમે ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં સ્કોર 3-4નો કરી દીધો હતો, જ્યારે 48મી મિનિટમાં માથિયાસ રેલિકે પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલ્યો હતો. અંતિમ 10 મિનિટમાં બેલ્જિયમની ટીમે ગોલ કરીને સ્કોર બરાબરીનો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેને સફળતા મળી ન હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter