અમને ઈંગ્લેન્ડે નહીં પરંતુ આ વ્યક્તિએ હરાવ્યા: રવિ શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઑલરાઉન્ડર સૈમ કરને હાર અને જીત વચ્ચેનું અંતર ઉભુ કર્યુ. શાસ્ત્રીએ કહ્યું કે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના સામૂહિક પ્રયાસથી હારી નથી. પરંતુ ઑલરાઉન્ડર સૈમ કરનના લડાયક પ્રદર્શનથી અમે સંકટમાં આવી ગયા હતાં.

ભારતને 5 મેચોની શ્રેણીમાં 1-4થી કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, શાસ્ત્રીએ કહ્યું કે સ્કોરના કારણે ભારતીય ટીમના લડાયક પ્રદર્શન અંગે ખબર પડી નથી.

શાસ્ત્રીએ કહ્યું, હું એવું નહી કહુ કે અમે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યાં છે, પરંતુ અમે પ્રયત્ન કર્યો હતો. જ્યાં જરૂરી હોય ત્યાં શ્રેય આપવો જોઈએ. વિરાટ અને મને (ઈંગ્લેન્ડ માટેની) મેન ઑફ ધ સીરીઝ માટે પસંદ કરવામાં આવી હતી અને અમે બંનેને સૈમ કરનને પસંદ કર્યો. તેમણે અમારુ ખૂબ નુકસાન કર્યું. ઈંગ્લેન્ડથી વધારે કરને અમને પરેશાન કર્યો.

ભારતીય ટીમના મુખ્ય કોચે કહ્યું, પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 87 રન હતો, પરંતુ પછી કરને રન બનાવ્યાં. ચોથી ટેસ્ટમાં તેમનો સ્કોર પ્રથમ ઈનિંગમાં 6 વિકેટે 86 રન હતાં, પરંતુ બાદમાં કરને રન બનાવ્યાં. એજબસ્ટનમાં પ્રથમ ઈનિંગમાં અમારો સ્કોર કોઈ પણ વિકેટ વગર 50 હતો, પરંતુ તેણે વિકેટ લીધી.

ક્રિકઈન્ફોને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું કે તેમની ટીમે લડાયક પ્રદર્શન આપ્યું છે. તેમણે કહ્યું, ‘અમે હજી પણ વિશ્વની નંબર 1 ટીમ છે અને ઈંગ્લેન્ડને ખબર છે કે અમે કેટલો સારો સંઘર્ષ કર્યો છે. મીડિયાને ખબર છે કે અમે કેટલો લડાયક સામનો કર્યો હતો. અમારા પ્રશંસકોને પણ ખબર છે અને અમને અંદરથી પણ ખબર છે.’

Aભારતીય ટીમ સમગ્ર શ્રેણી દરમ્યાન નિષ્ફળ રહીં ત્યારે ઓપનિંગ જોડી અંગે સવાલ ઉઠાવ્યા તો શાસ્ત્રીએ કહ્યું, ‘અમારી ટીમ પાસે ઓપનિંગ માટે આ જ શ્રેષ્ઠ વિકલ્પ હતો અને અમે તેનો જ વિકલ્પ તરીકે ઉપયોગ કર્યો હતો. આ સાથે જ શાસ્ત્રીએ પોતાની ઓપનિંગ જોડીના બચાવ માટે એલિસ્ટર કુકનું નિવેદન યાદ અપાવ્યુ હતું.’

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter