ઇંગ્લેન્ડ સામે હાર બાદ કોહલીની અાવી જબરજસ્ત પ્રતિક્રિયા, અમારી રમત હારને લાયક જ હતી

લોર્ડસ ટેસ્ટમેચમાં નિરાશાજનક પ્રદર્શન કરતા ભારતીય ટીમની હાર થઇ છે. ભારતીય ટીમ 159 રને ઇંગ્લેન્ડ સામે હારી ગઇ છે. આ સાથે જ મેજબાન ટીમે પાંચ ટેસ્ટમેચોની શ્રેણીમાં 2-0થી સરસાઇ મેળવી લીધી છે. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 107 રનમાં પવેલિયન પરત ફરી હતી. જ્યારે બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન રહેતા 130 પર બેટ્સમેનો ઓલ આઉટ થઇ ગયા હતા.કપ્તાન કોહલીની આગેવાનીમાં ઉતરેલી લોર્ડ્સ ટેસ્ટમાં વરસાદ બાદ પીચ પર બોલ સ્વીંગ થયા હતા જેના કારણે ઇન્ડિયન બેટ્સમેનો નાકામ રહ્યા હતા. ઇંગ્લેન્ડના ઘર આંગણે રમાય રહેલી ટેસ્ટમેચમાં સત્તત બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની હાર થવાના કારણે કપ્તાન વિરાટ કોહલીની કેપ્ટનશીપ અને કોચ રવિ શાશ્ત્રી પર પ્રેશર આવ્યું છે.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતનો ઇનિંગ અને 159 રને પરાજય થયો હતો. આ હાર બાદ કેપ્ટન કોહલીઅે કહ્યું, ‘અમે જે રીતે રમ્યા, તે રીતે હારને લાયક જ હતા, ગત પાંચ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત અમે ખરાબ રીતે હાર્યા છીએ. ઇંગ્લેન્ડે જે રીતે મેચ રમી, તેનું જીતવું સ્વાભાવિક હતું. અમારી રમત હારને લાયક જ હતી’ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો. ઇંગ્લેન્ડે ભારતને હરાવવા માટે માત્ર ત્રણ દિવસનો સમય લીધો અને એક વખત બેટિંગ કરી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 35.2 ઓવરમાં અને બીજી ઇનિંગ 47 ઓવરમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

લોર્ડ્સના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને ઈનિગ્સ અને 159 રને કારમો પરાજય આપી પાંચ ટેસ્ટમેચની સિરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ઈનિગ્સમાં 107 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે ક્રિસ વોક્સના અણનમ 137 રન અને બેરસ્ટોના 93 રનની મદદથી 7 વિકેટના નુકસાનથી 396 રનનો સ્કોર બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવને આધારે ઇંગ્લેન્ડે 289 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઊતરેલી ભારતીય ટીમ માત્ર 130 બનાવી શકી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter