13 ફૂટ લાંબી બાઈક : 350 કિલોની બાઈકના અોરિજનલ લુકને જોવા કરો ક્લિક

યુવકોમાં આજકાલ બાઇકનો ક્રેઝ વધતો જાય છે. બાઇકના શોખને ધ્યાને રાખી વિવિધ ઓટો કંપનીઓ પણ સ્માર્ટ લૂકની બાઇક્સ બનાવે છે, માર્કેટમાં અત્યારે આવી એકથી એક ચડિયાતી બાઈકો ઉપલબ્ધ છે, જે સ્પીડથી લઈને ડિઝાઈન અને બોડીના મામલે પણ ઘણી પાવરફુલ છે. પરંતુ તમે વિચારો કે તમારી પાસેથી કોઈ 13 ફૂટ લાંબી બાઈક લઈને નિકળે તો તેમને એ બાઈકને જોવાનું બીજી વખત મન ચોક્કસ પણે થાય. આવી જ એક અનોખી બાઈક બેંગલોરમાં રહેતા 29 વર્ષિય ઝાકિર ખાને પોતાની જાતે જ 13 ફૂટ લાંબી બાઇક બનાવી છે.

ઝાકીર ખાન પોતાની આ બાઈકને દુનિયાની સૌથી લાંબી બાઈક ગણાવી રહ્યાં છે. તેમણે આ બાઈકને ચોપર બાઈક નામ આપ્યું છે.  જ્યારે જ્યારે આ યુવક બેંકલોરની સડકો પર આ બાઇક લઇને નીકળે છે ત્યારે ત્યારે લોકોની ભીડ જમા થઇ જાય છે. ઝાકીર પોતે ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકે કામ કરે છે. બાઇકની પહોંળાઇ 5.5 ફૂટ છે અને વ્હીલમાં મીની ટ્રકના ટાયર લગાવવામાં આવ્યા છે. આ બાઇકનું વજન અંદાજે 450 કિલોથી વધુ છે. આ સિવાય આ બાઇક બનાવવામાં અંદાજે 7.5 લાખ રૂપિયાનો ખર્ચ થયાનું ઝાકીરનું કહેવું છે.

આ ચોપર બાઇકમાં માત્ર એક વ્યક્તિ બેશી શકે તેટલી જ જગ્યા છે. એટલે કે આ બાઇક એક સીટર છે. તો ઝાકીરનું કહેવું છે કે મને કસ્ટમાઇઝ બાઇક બનાવવામાં અંદાજે 45 દિવસ લાગ્યા હતા. સૌથી મહત્વની વાત આ બાઇકમાં 220 સીસીનું એન્જીન છે. તો આ બાઇક 120 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર પણ જઇ શકે છે.

બાઇકને સંદર લૂક આપવા માટે ઝાકીરે છ ફૂટ લાંબા સાઇલેન્સર્સ અને ફોર્ક્સ ફીટ કર્યા છે. ઝાકીરે સંપૂર્ણ બાઇક પોતાના ઘરની નજીક આવેલા નગરભાવી વર્કશોપમાં તૈયાર કરી છે. ઝાકીરે આ બાઇકનું પ્રદર્શન શનિ અને રવિવારે જેપી નગર ફેઝ – 2માં સ્થિત દુર્ગા પરમેશ્વરી BDA ગ્રાઉન્ડમાં રાખ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter