મકાઉને હરાવી ભારતે એશિયા કપ માટે કર્યું ક્વોલિફાઇ

ભારતીય સિનીયર ફૂટબોલ ટીમે બુધવારે બેંગાલુરુમાં રમાયેલી એક તરફી મેચમાં મકાઉને 4-1થી હાર આપી હતી. આ જીત બાદ ભારતીય ફૂટબોલ ટીમે 2019 માં યુએઇમાં રમાનાર એએફસી એશિયા કપ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. 2011 બાદ પ્રથમ અને કુલ ચોથી વખત ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની જગ્યા સુનિશ્વિત કરી છે.

ભારતીય ટીમે આ જીત સાથે પોતાનો વિજય અભિયાન પણ યથાવત રાખ્યો છે. આ તેની સતત ચોથી જીત છે. ભારતને હવે 24 નવેમ્બરે મ્યાંમા અને આવતા વર્ષે 27 માર્ચે કિર્ગીસ્તાન સામે મેચ રમવાની છે. પરંતુ, આ બંને મેચ ઔપચારિક રહી ગઇ છે. આ પહેલા ભારતે 1964, 1984 અને 2011માં એશિયા કપ માટે કવોલિફાઇ કર્યું હતું. મકાઉ સામે જીત બાદ ભારતના ગ્રુપ એ માં ચાર મેચમાં 12 અંક થઇ ગયા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter