ભારત-PAK સરહદે વસેલા ગામોની આવી છે સ્થિતિ, 40000 લોકોએ છોડ્યુ ઘર

સરહદ પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન સતત ચાલુ છે. પુંછ અને જમ્મુ જિલ્લામાં સરહદી ક્ષેત્ર પર વસેલા ભારતીય ગામોમાં અત્યાર સુધી સેંકડો મોર્ટાર હુમલા થયા છે. અહીં શું છે સરહદ પર વસેલા ગામોની સ્થિતિ.

જમ્મૂથી માત્ર 20 કિલોમીટરની દૂરી પર વસેલા કનકચક ગામમાં પણ પાકિસ્તાનના મોર્ટાર અને ફાયરિંગનો કહેર વર્તાયો છે. આ ગામમાં 13થી વધું મોર્ટાર હુમલા થયા છે. સીમા પર કેટલાય ગામ એવા છે કે જ્યાં આ રીતે જ મોર્ટાર હુમલા કરવામાં આવી રહ્યા છે.

સ્થાનીય પરિવારો મુજબ, કેટલીક વાર તો આખી રાત પાકિસ્તાની ચોકીઓ પરથી મોર્ટાર હુમલા થતા રહેતા હોય છે. અને બોમ્બ ધમાકાની અવાજ આવતી રહેતી હોય છે.

તેના કારણે સ્થાનિય લોકોમાં દર વ્યાપી ગયો છે. ભારે સંખ્યામાં લોકોના ગામોમાંથી પલાયન કરવાના સમાચાર મળી રહ્યા છે.

આતંરરાષ્ટ્રીય સીમા અને લાઇન ઓફ કંટ્રોલની આસપાસ વસેલા ગામમાં યુદ્ધ જેવી સ્થિતિ છે.

પાકિસ્તાન પહેલીવાર જમ્મૂ કાશ્મીરના 5 સીમાવર્તી જિલ્લામાં વસેલા ગામોમાં સતત મોર્ટાર હુમલા કરી રહ્યું છે.  જેના કારણે આ વિસ્તારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગને કારણે લગભગ 40 હજાર લોકો પોતાના ઘર ખાલી કરી ચૂક્યા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter