ભારતની ઑપેક દેશોને ચેતવણી : ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડો નહીંતર…

ક્રુડ ઓઈલમાં સતત વધતી કિંમતોને લઈને ભારતે હવે તેલ ઉત્પાદક દેશોને ચેતવણી આપી છે. ભારતે ચેતવણી આપતાં કહ્યું છે કે ભાવ ઘટાડવા પડશે અથવા માગના ઘટાડા માટે તૈયાર રહેવું પડશે. દુનિયામાં સૌથી વધુ ક્રુડ માગનારા દેશોમાં એક ભારતે ઓપેક દેશોને કહ્યું છે કે તેઓ ભાવ ઘટાડવાનું શરૂ કરી દે અથવા તો ખરીદીમાં ઘટાડા માટે તૈયાર રહું પડશે.

બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ ભારત દ્વારા ચેતવણીનો સંકેત આપતા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંહે કહ્યું કે ભારત પાછલા બે-અઢી મહિનામાં તેલના ભાવ વધ્યા છે. અને જો સ્થિતિ એવી જ રહેશે તો ભારતીય ઉપભોક્તા વિકલ્પો શોધશે.. તેમણે કહ્યું કે કાચા તેલની મોંઘવારીને કારણે ભારતીય ઉપભોક્તા ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અને ગેસ જેવા સસ્તા વિકલ્પો જોઈ રહ્યા છે. એવામાં 2025 સુધી ભારતની પ્રતિદિન 10 લાખ બેરલ તેલની ખપત રિપ્લેસ થઈ જશે.

ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં કિંમતોને લઈને ઘણું ધ્યાન રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે કિંમતોમાં વધારાથી તમને ટુંકા ગાળામા માગમાં કમી નહીં દેખાય. પરંતુ આવું જ રહ્યું તો લોંગ ટર્મમાં જરૂર તેની અરસ દેખાશે. લીબિયા, વેનેઝુએલા અને કેનેડા દ્વારા ઉત્પાદનમાં કમીને કારણે પાછલા કેટલાક દીવસોમાં કિંમતોમાં પાંચ ટકા સુધી વધારો થઈ ચૂક્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter