બેલ્જિયમ સામે ભારતીય હૉકી ટીમનો પરાજ્ય

યુવા ભારતીય પુરુષ હૉકી ટીમનો પાંચ મેચોના યૂરોપ પ્રવાસની પ્રથમ મેચમાં યજમાન બેલ્જિયમ સામે એક ગોલથી પરાજ્ય થયો હતો.

બેલ્જિયમ અને ભારત વચ્ચે રમાયેલી આ મેચમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો હતો ત્યારે ચોથા અને અંતિમ ક્વાર્ટરની અંતિમ ક્ષણોમાં એકાગ્રતા ભંગ થવાની કિંમત મહેમાન ટીમને ચૂકવવી પડી હતી. બંને ટીમો આ પહેલા પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં એક પણ ગોલ કરી શકી ન હતી. ભારતે એકમાત્ર ગોલ ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ગુમાવ્યો હતો. જ્યાર ટોમ બૂને 60મી મિનિટમાં બોલ ગોલની અંદર નાંખ્યો હતો.

ઉલ્લેખનીય છેકે, ભારતે યૂરોપ પ્રવાસ દરમિયાન છ નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે મનપ્રીત સિંહને કપ્તાન બનાવવામાં આવ્યો છે. વિશ્વ હૉકી લીગ સેમીફાઇનલ રમનાર કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. યૂરોપ પ્રવાસ પર ભારત બેલ્જિયમ, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter