જાપાન-ભારત મૈત્રી : સરકાર દર વર્ષે 3 લાખ યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ માટે મોકલશે જાપાન

ભારત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 3 લાખ યુવાનોને જાપાન મોકલવામાં આવશે, બુધવારે ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું .
યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ માટે જાપાન મોકલશે જેથી તેઓ જોબ ટ્રેનિગં કરીને પોતાની સ્કીલ ડેવલપ કરી શકે. જાપાન મોકલાયેલા યુવાનોને 3થી5 વર્ષ માટે ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે.

જાપાન ઇન્ટરન્નશીપ કરવા માટે આવેલા તમામ વિદ્યાર્થીઓનો ખર્ચ ભોગવશે. ઉપરાંત તેમને ઇન્ટર્નશીપ દરમિયાન પ્રોત્સાહન રકમ પણ આપશે.

સ્કીમ ડેવલપમેન્ટ અને એન્ટ્રોપ્રિન્યરશીપ મંત્રીએ આજે જણાવ્યું કે જાપાન અને ભારત વચ્ચે થયેલા ટેક્નીકલ ઇન્ટરન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ (TITP) અંગેનાં મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC)ને આજે મંજુરી આપી હતી. પ્રધાને જણાવ્યું કે 16 ઓક્ટોબરથી ટોક્યો ખાતેની ત્રીદિવસીય મુલાકાત પહેલા આ મેમોરેન્ડમ સાઇન થાય તે ખુબ જ જરૂરી છે.

પ્રધાને પોતાનાં ટ્વિટર પર પણ જણાવ્યું કે ટીટીઆઇપી પ્રોગ્રામ ભારત માટે ખુબ જ મહત્વનો છે. ટેક્નીકલ ઇન્ટર્નીસને ત્રણથી પાંચ વર્ષના સમયગાળા માટે જાપાન ખાતે મોકલી આપવામાં આવશે. પ્રધાનનાં અનુસાર આગામી ત્રણ વર્ષમાં તબક્કાવાર વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે.

મિનિસ્ટરનાં જણાવ્યા અનુસાર, દરેક યુવાને જાપાનમાં રહેવા માટે મોકલવામાં આવશે. જ્યાં તેને 3-5 વર્ષ માટે જાપાની વાતાવરણમાંજાપાની શિસ્ત અને ટેક્નોલોજી સાથે કામ કરવાની તક આપવામાં આવશે.
દરમિયાન રહેવા તથા જમવા સહિતનાં તમામ ખર્ચાઓ જાપાન સરકાર ભોગવશે. તે પૈકીનાં 50 હજારથી વધારે લોકોને સરકાર સ્થાનિક સ્તરે જ જોબ ઓફર કરશે. યુવાનોની પસંદગી ખુબ જ પારદર્શી રીતે જાપાની સરકાર દ્વારા જ હાથ ધરવામાં આવશે. જ્યારે બાકીનાં યુવાનો પરત ફરશે તેઓ દેશનાં અર્થતંત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter