સમગ્ર વિશ્વમાં ભારત સૌથી વધુ શસ્ત્રોની આયાત કરે છે !

દુનિયાના સૌથી મોટા આર્મ્સ ઈમ્પોર્ટર્સ દેશોમાં શસ્ત્ર નિર્માણ ક્ષેત્રે પગભર થવાની કોશિશ વચ્ચે 2013થી 2017માં 12 ટકા અને 2008થી 2012માં 11 ટકા શસ્ત્ર આયાત સાથે ભારત સૌથી પહેલા નંબર

ભારત દુનિયાનું સૌથી મોટું શસ્ત્ર આયાતકાર છે. ભારત દુનિયાના શસ્ત્ર બજારના 12 ટકા હથિયારોની 2013થી 2017 દરમિયાન આયાત કરી ચુક્યું છે. તો શસ્ત્રોની આયાત કરવાના મામલે મધ્ય એશિયાના સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો ટોપ ટેનમાં સામેલ છે. જ્યારે પાકિસ્તાન દુનિયામાં શસ્ત્રોની આયાત કરવાના મામલે છેક નવમા સ્થાને છે.

દુનિયાના સૌથી મોટા આર્મ્સ ઈમ્પોર્ટર્સ દેશોમાં શસ્ત્ર નિર્માણ ક્ષેત્રે પગભર થવાની કોશિશ વચ્ચે 2013થી 2017માં 12 ટકા અને 2008થી 2012માં 11 ટકા શસ્ત્ર આયાત સાથે ભારત સૌથી પહેલા નંબર છે. 2013થી 2017માં 10 ટકા અને 2008થી 2012માં 3.4 ટકા શસ્ત્ર આયાત સાથે સાઉદી અરેબિયા બીજા ક્રમાંકે છે. 2013-17માં 4.5 ટકા અને 2008થી 2012માં 1.6 ટકા શસ્ત્રોની આત સાથે ઈજીપ્ત ત્રીજા ક્રમાંકે છે. 2013-17માં 4.4 ટકા અને 2008-12માં 3.2 ટકા શસ્ત્રોની આયાત સાથે યુએઈ ચોથા ક્રમાંકે છે. 2013-17માં ચાર ટકા અને 2008થી 2012 વચ્ચે 5.4 ટકા સાથે ચીન પાંચમા ક્રમાંકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 2013થી 2017માં 3.8 ટકા અને 2008થી 2012માં 4 ટકા શસ્ત્રોની આયાત સાથે છઠ્ઠા ક્રમાંકે છે. 2013-17માં અલ્જેરિયા 3.7 ટકા અને 2008થી 2012માં 4.1 ટકા શસ્ત્ર આયાત સાથે સાતમા ક્રમાંકે રહ્યું હતું. 2013-17માં 3.4 ટકા અને 2008થી 2012માં 1.7 ટકા સાથે ઈરાક આઠમા ક્રમાંકે હતું. તો 2013-17માં 2.8 ટકા અને 2008થી 2012માં 4.9 ટકા શસ્ત્રોની આયાત સાથે પાકિસ્તાન નવમા ક્રમાંકે હતું. જ્યારે 2013-17માં 2.8 ટકા અને 2008-12માં એક ટકા શસ્ત્રોની આયાત સાથે ઈન્ડોનેશિયા દશમા ક્રમાંકે રહ્યું હતું.

ભારત દુનિયાનું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર છે. રશિયામાંથી 62 ટકા, અમેરિકામાંથી 15 ટકા અને ઈઝરાયલમાંથી ભારત 11 ટકા જેટલા હથિયારોની આયાત કરે છે. દુનિયાનું બીજું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર સાઉદી અરેબિયા સૌથી વધુ 61 ટકા શસ્ત્રો અમેરિકામાંથી, 23 ટકા યુકે અને 3.6 ટકા હથિયારો ફ્રાંસ પાસેથી આયાત કરે છે.

દુનિયાનું ત્રીજું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર ઈજીપ્ત ફ્રાંસમાંથી સૌથી વધુ 37 ટકા, અમેરિકામાંથી 26 ટકા અને રશિયામાંથી 21 ટકા શસ્ત્રોની આયાત કરે છે. યુનાઈટેડ આરબ અમીરાત દુનિયાનું ચોથું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર છે. યુએઈ અમેરિકામાંથી 58 ટકા, ફ્રાંસમાંથી 13 ટકા અને ઈટાલીમાંથી 6.6 ટકા હથિયારોની આયાત કરે છે.

ચીન દુનિયાનું પાંચમું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર છે અને ચીન રશિયામાંથી 65 ટકા, ફ્રાંસમાંથી 14 ટકા અને યુક્રેનમાંથી 8.4 ટકા શસ્ત્રોની આયાત કરે છે. ઓસ્ટ્રેલિયા દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર છે. ઓસ્ટ્રેલિયા અમેરિકામાંથી 61 ટકા, સ્પેનમાંથી 26 ટકા અને ફ્રાંસમાંથી 6.9 ટકા હથિયારોની આયાત કરે છે.

અલ્જેરિયા શસ્ત્ર આયાત કરનાર સાતમો સૌથી મોટો દેશ છે. અલ્જેરિયા રશિયામાંથી 59 ટકા, ચીનમાંથી 15 ટકા અને જર્મનીમાંથી 13 ટકા શસ્ત્રોની આયાત કરે છે. આઠમું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર ઈરાક અમેરિકામાંથી 56 ટકા, રશિયામાંથી 22 ટકા અને સાઉથ કોરિયામાંથી 8.7 ટકા હથિયારોની આયાત કરે છે.

નવમું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર પાકિસ્તાન ચીનમાંથી 70 ટકા, અમેરિકામાંથી 12 ટકા અને રશિયામાંથી 5.7 ટકા શસ્ત્રોની આયાત કરે છે. દશમું સૌથી મોટું આર્મ્સ ઈમ્પોર્ટર ઈન્ડોનેશિયા યુકેમાંથી 17 ટકા, અમેરિકા 16 ટકા અને સાઉથ કોરિયામાંથી 12 ટકા શસ્ત્રોની આયાત કરે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter