સાઉથ એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતે નેપાળને 3-0થી હરાવ્યું

દક્ષિણ એશિયાઇ ક્ષેત્રીય બેડમિંટન ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને આ ખિતાબ ભારતને નામ કર્યો છે. ગુવાહાટીના તરુણ રામ ફુકાનાએ ઇનડોર સ્ટેડિયમમાં રમાયેલ ફાઇનલ મેચમાં નેપાળને 3-0થી હરાવીને  આ ટૂર્નામેન્ટ જીતી હતી.

ભારત માટે આર્યમાન ટંડને સિંગલ કેટેગરીમાં પ્રથમ મુકાબલો જીત્યો. ટંડને નેપાળના દિપેશ ધામીને 21-9,21-15થી હરાવ્યો. ત્યારબાદ સ્થાનિક સ્ટાર અશ્મિતા ચાલીહાએ વિમેન્સ સિંગલમાં રાસિલા મહારાજનને 21-9,21-6થી માત આપીને ભારતને 2-0 થી લીડ અપાવી. મેન્સ ડબલ્સ મુકાબલામાં અનિર્તાપ દાસગુપ્તા અને કૃષ્ણ પ્રસાદજીએ દિપેશ અને નબીન શ્રેષ્ઠને 21-4,21-11થી હરાવીને ભારતને વિજયી બનાવ્યું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter