Viral Video : આ લંડનના પોલીસમેને પાકિસ્તાનની જીત પછી ખૂબ ડાન્સ કર્યો

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને મેળલી જીત પછી કેટલાય વીડિયોઝ વાયરલ થઇ રહ્યા છે. તેમાંથી એક વીડિયો લંડનના પોલીસવાળાનો છે. વીડિયોમાં લંડનના પોલિસ ડ્રેસમાં દેખાઇ રહેલો આ વ્યકિત પાકિસ્તાની ફેન્સની સાથે ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે લંડનમાં કેટલાક ફેન્સ પાકિસ્તાનું ધ્વજ લઇને રસ્તાઓ પર ઉજવણી કરી રહ્યા છે. કેટલાક લોકો નોર્મલ કપડામાં છે તો કેટલાક પાકિસ્તાની ટીમની ડ્રેસ પહરી છે. ત્યારે વિદેશ દેખાવ ધરાવતો પોલિસવાળો પણ ત્યાં હાજર છે. ખુશીમાં ડાન્સ કરી રહેલા લોકો પોલિસવાળાને પણ ડાન્સ કરવા માટે ઇશારો કરે છે ત્યાર પછી પોલિસવાળો પણ ડાન્સ કરે છે.

10 સેકન્ડના વીડિયોને સોશ્યલ મીડિયા પર The Humorists નામના પેજ પર શૅર કરવામાં આવ્યો છે. 12 કલાક પહેલા કરવામાં આવેલી આ પોસ્ટ અત્યાર સુધીમાં 6.9 લાખ લોકો જોઇ લીધો છે અને 33  હજારથી વધારે લોકો શૅર પણ કર્યો છે. મોટી સંખ્યામાં યૂઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter