આધારને બેન્ક અકાઉન્ટ સાથે લિંક કરવા અંગે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

સરકારે લગભગ તમામ વસ્તુઓ માટે આધાર ફરજિયાત બનાવી દીધું છે. તાજેતરમાં જ સરકારે આધારને બેન્ક અકાઉન્ટ સાથે લિંક કરવાની  અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2018 કરી હતી. અગાઉ આધારને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2017 રાખવામાં આવી હતી. હવે બેન્ક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની કોઇ અંતિમ તારીખ નથી. આ માટેની અંતિમ તારીખ કઇ છે તે અંગે સરકાર પછીથી ઘોષણા કરશે. જો કે મોબાઇલ નંબર, પાન કાર્ડ વગેરે સાથે આધાર લિંક કરવાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે 8 સપ્ટેમ્બરના રોજ સરકારે આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2018 કરી દીધી હતી. પોન કાર્ડ સાથે આધાર લિંક કર્યા વિના આગામી વર્ષથી ટેક્સ જમા નહી કરાવી શકાય. જો કે આ વર્ષે પણ જે લોકોના પાન કાર્ડ સાથે આધાર લિંક કરવામાં આવ્યું ન હતુ તેમને પણ ટેક્સ જમા કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ નિર્ણયથી સોકોને રાહત મળી છે. જોકે પાનકાર્ડ સાથે આધાર લિંક કરવામાં ઘણી મુશ્કેલી થઇ રહી છે. જો પાન અને આધારમાં આપવામાં આવેલી વિગતોથોડી પણ અલગ હશે તો બંને લિંક નહી થઇ શકે. પહેલાં બંનેમાં વિગતો સમાન કરાવી પડશે તે પછી જ  બંને લિંક કરી શકાશે. ત્યારબાદ આધારની વેબસાઇટ www.uidai.gov.in પર જાઓ. ત્યારબાદ આધાર સર્વિસમાં check aadhaar and bank account linking status પર ક્લિક કરો. તે પછી પોતાના આધાર નંબર સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી નાંખીને લોગઇન પર ક્લિક કરો. લોગઇન કર્યા બાદ વેબસાઇટ પર જોઇ શકાશે કે તમારો આધાર નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલો છે કે નહી.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter