GSTV
Home » News » IMPACT GSTV : સફેદ દૂધના કાળા કારોબારને ડામવા રાજ્યવ્યાપી દરોડા

IMPACT GSTV : સફેદ દૂધના કાળા કારોબારને ડામવા રાજ્યવ્યાપી દરોડા

રાજ્યમાં કેન્સરની માફક પ્રસરેલા સફેદ દૂધના કાળા કારોબારનો જી.એસ.ટી.વી.એ ૫દાર્ફાશ કર્યા બાદ સફાળા જાગેલા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દૂધ વેંચતા નાના ફેરિયાથી માંડીને મોટી ડેરીઓ સુધી દરોડા પાડીને નમૂના લેવામાં આવ્યા છે.

જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા નકલી અને બનાવટી તથા ભેળસેળવાળા દૂધ અંગેના કારસ્તાનને GSTV દ્વારા ઉઘાડુ પાડવામાં આવ્યુ હતું. જેને રાજ્ય સરકારે ખુબ જ ગંભીરતાથી લઇને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેના ૫ગલે રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડા પાડીને દૂધના નમૂના લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓની ટીમોએ ઠેર ઠેર ૫હોંચીને કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં ઉત્તમ ડેરી ઉપરાંત રાજકોટ, સુરત સહિત અનેક જગ્યાએ દૂધના અનેક વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. અને સેમ્પલ મેળવ્યા છે.

રાજકોટમાં 100 જેટલા સેમ્પલ લેવાયા

મળતી વિગતો અનુસાર રાજકોટમાં મહાનગર પાલિકાની પાંચ ટીમો દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 100થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજ્યવ્યાપી દરોડામાં નાના ફેરિયાથી માંડી મોટા ડેરી ફાર્મ અને દૂધ ઉત્પાદન કરતી મોટી ડેરીઓને ૫ણ ઝ૫ટે લેવામાં આવી છે. મોટા મહાનગરો તેમજ નાના શહેરો અને ગ્રામ્યસ્તર સુધી દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. દૂધનું છૂટક અને જથ્થાબંધ વેંચાણ કરતા તમામ પાસેથી સેમ્પલ લઇને ગુણવત્તાની ચકાસણી માટે મોકલી આ૫વામાં આવ્યા છે.

Related posts

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!