ગેસોલિન બિલ્ટના લીધે અમેેરિકામાં તેલના ભાવ ગગડ્યા

એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને પહેલી ડિસેમ્બરમાં પૂરા થયેલા સપ્તાહના અંતે ક્રુડ ઓઇલ ઇન્વેન્ટરીઝમાં 56 લાખ બેરલનો વધારો નોંધાવ્યો હતો, આ વધારો અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યુટના 54.81 લાખ બેરલના વધારા કરતાં ઓછો હતો. વિશ્લેષકોને હતું કે આ વધારો 35.07 લાખ બેરલ હશે.

વધારે મહત્વની વાત એ છે કે એપીઆઇએ 91.96 લાખ બેરલની ગેસોલિન ઇન્વેન્ટરીઝના સ્ટેગરિંગનો રિપોર્ટ કર્યો હતો, જેના અંગે વિશ્લેષકો માનતા હતા કે તે ફક્ત 11.45 લાખ બેરલ હશે. ઇઆઇએ આજે તે વાતને સમર્થન આપ્યું હતું કે તેમા 68 લાખ બેરલની મોટી પોઝિશન બિલ્ડ થઈ છે. યુએસ ઓઇલ આયાત ગયા સપ્તાહે પ્રતિ દિન 72 લાખ બેરલની રહી હતી, જે અગાઉના સપ્તાહના 1,27,00,000 બેરલની તુલનાએ ઘટાડો દર્શાવે છે.

ઇઆઇએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે રિફાઇનરીઝે પ્રતિ દિન 1.72 કરોડ બેરલ ક્રુડનું પ્રતિદિન પ્રોસેસિંગ કર્યું હતું. તેની સામે પ્રતિ દિન 98 લાખ બેરલ ગેસોલિનનું ઉત્પાદન થયું હતું જે અગાઉના સપ્તાહના 1.02 કરોડ બીપીડીની તુલનાએ ઘટાડો દર્શાવે છે. ભાવના લીધે આ ભાવે ઓપેકના 2018 સુધી લંબાવેલા ઉત્પાદન કાપ સામે જબરજસ્ત પ્રતિકાર દાખવ્યો છે. આશ્ચર્યજનક રીતે વધેલી મોટી ગેસોલિન ઇન્વેન્ટરી બિલ્ડના લીધે ડબલ્યુટીઆઇ અને બ્રેન્ટ ક્રૂડ બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

ડબલ્યુટીઆઇ ક્રુડનો ભાવ પ્રતિ બેરલ 57.36 ડોલર અને બ્રેન્ટ ક્રુડનો ભાવ પ્રતિ બેરલ 62.60 ડોલર હતો. જો કે તેણે સતત ઘટાડો જારી રાખતા મોડી રાતે તેમા અનુક્રમે પ્રતિ બેરલ 56.90 ડોલર અને 62.21 ડોલરના ભાવે સોદા પડતા હતા. ભાવમાં ઘટાડા છતાં પણ ઓપેકે 2018ના અંત સુધી લંબાવેલા ઉત્પાદન કાપના લીધે ઓઇલ માર્કેટ રિબેલન્સિંગ વેગ પકડશે અને તેના લીધે 2018માં ડબલ્યુટીઆઇ ક્રુડનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ 54.78 ડોલર અને બ્રેન્ટ ક્રુડનો ભાવ પ્રતિ બેરલ 52.50 ડોલર જળવાશે. છેલ્લે ડબલ્યુટીઆઇ ક્રુડનો ભાવ 56.71 ડોલર અને બ્રેન્ટ ક્રુડનો ભાવ 62.02 ડોલર હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage