Jio ,Airtel અને  Vodafone ને ટક્કર આપશે Ideaનો આ નવો પ્લાન

આઇડિયાએ જિયો, એરટેલ અને વોડાફોન જેવી હરિફ ટેલીકોમ કંપનીને ટક્કર આપવા માટે પોતાના રૂ.199ના ટેરિફ પ્લાનમાં કેટલાંક મહત્વપૂર્ણ ફેરફાર કર્યાં છે. હવે કંપની આ પ્લાનમાં પૂરી વેલીડિટી દરમિયાન કુલ 28જીબી ડેટા આપશે. સાથે જ તેમાં વોઇસ કોલિંગ અને એસએમએસ પણ ફ્રી મળી રહ્યાં છે. આ પહેલાં રિલાયન્સ જિયોએ રૂ.199નો પ્લાન લોન્ચ કર્યો હતો અને એરટેલે પણ પોતાના રૂ.199ના પ્લાનમાં કેટલાંક ફેરફાર કર્યાં હતાં.

આ યાદીમાં હવે ઇડિયાનો પણ સમાવલેશ થાય છે. આઇડિયા પોતાના  પ્લાનમાં દરરોજ 1જીબી ડેટા,અનલિમિટેડ કોલ્સ,ફ્રી રોમિંગ અને 100 એસએમએસ પણ
આપી રહ્યું છે. આ પ્લાનની વેલીડિટી 28 દિવસની છે.

હાલ પ્લાનને હિમાચલ પ્રદેશ સર્કલ માટે લાવવામાં આવ્યો છે. ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ પ્લાન લાગુ કરવામાં આવશે. જિ. પોતાના રૂ.199ના પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 1.2 જીબી ડેટા આપે છે.  સાથે જ તેમાં વાઇસ કાલિંગ, એસએમએસ અને નેશનલ રોમિંગ પણ ફ્રી આપવામાં આવે છે. સાથે જ જિયોએ રૂ.299નો બીજો પ્લાન પણ લોન્ચ કર્યો છે, જેમાં દરરોજ 2જીબી 4જી ડ઼ેટા 28 દિવસ માટે આપવામાં આવે છે અને અન્ય સેવાઓ પણ ફ્રી આપવામાં આવે છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter