ફિલિપિન્સના રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘તો હું મારા પુત્રને મરાવી નાંખીશ’

પોતાના વિવાદીત નિવેદનો માટે જાણિતા ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તે એક વાર ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે. આ વખતે દુતર્તે પોતાના પુત્રને મારી નાંખવાની વાત કહી છે. દુતર્તે કહ્યું કે જો તેમના પુત્ર અને યુવા નેતા વિરુદ્ધ માદક પદાર્થની હેરાફેરીના આરોપ સાચા સાબિત થાય છે તો હું તેમને મરાવી નાંખીશ.

વિપક્ષના એક સાંસદે ફિલિપિન્સના રાષ્ટ્રપ્રમુખના 42 વર્ષના પુત્ર પાઓલો દુતર્તે પર આરોપ લગાવ્યો છે કે તે એક ચીની ત્રિગુટનો સભ્ય છે. જેણે ચીનમાંથી મોટી માત્રામાં માદક પદાર્થની હેરાફેરીમાં મદદ કરી છે. મહત્વનું છે કે રાષ્ટ્રપ્રમુખનો પુત્ર આ મહિને સેનેટની તપાસમાં રજૂ થયા હતા. જ્યા તેણે પોતાના પર લાગેલા આરોપને ફગાવી દીધા હતા.

બુધવારે મનીલામાં રાષ્ટ્રપતિ આવાસમાં સરકારી કર્મચારીઓને સંબોધીત કરતા દુતર્તે ક્હ્યું કે મેં પહેલા જ આદેશ આપ્યો હતો કે જો મારો કોઇ પુત્ર માદક પદાર્થની હેરાફેરીમાં સંલિપ્ત જોવા મળશે તો તેને મારી નાંખો જેથી લોકોને કહેવા માટે કંઇજ ન રહે, અને આ સત્ય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter