ભારત પ્રવાસે લેજેન્ડરી ફુટબોલર મારાડોના, કહ્યું- હું ફુટબોલનો ભગવાન નથી

આર્જેન્ટીનાનો લેજન્ડરી ફૂટબોલર મારાડોના ફરી ભારત પ્રવાસે આવી પહોંચ્યો હતો.

ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન કોલકાતા પહોંચેલા મારાડોનાએ એક કલબ ખાતે પોતાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને કહ્યું હતું કે, હું ફૂટબોલનો ભગવાન નથી, પણ એક સામાન્ય ફૂટબોલ ખેલાડી છું.

મારાડોનાએ ૨૦૦૮માં ભારતનો પ્રવાસ ખેડયો હતો. આ પ્રવાસ દરમિયાન તેની પત્ની પણ તેની સાથે જોવા મળી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter