VIDEO : ફ્લોરેંસ વાવાઝોડાથી ભારે તબાહી, ન્યૂસ નદીનું સ્તર અેક જ રાત્રિમાં 11 ફૂટ વધ્યું

ફ્લોરેંસ વાવાઝોડું અમેરિકાના પૂર્વ તટ સુધી પહોંચી ગયું છે. ગુરુવારે વાવાઝોડાના કારણે કૈરોલિનામાં 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાયો હતો અને વરસાદના કારણે 1 લાખ ઘરમાં વીજળી જતી રહી હતી.  અા વાવાઝોડાના કારણે કૈરોલિનામાં ભારે તબાહી મચી રહી છે. કરોડો રૂપિયાનો દેશને ફટકો પડી રહ્યો છે. ગુરૂવાર સાંજથી ધોધમાર વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. તૂફાન અમેરિકામાં પહોંચી ગયા બાદ પવન અને વાવાઝોડાથી ભારે નુક્સાન પહોંચી રહ્યું છે. જ્યોર્જિયા, કૈરોલિના, વર્જિનિયા, મેરિલેન્ડ અને કોલંબિયા જિલ્લામાં ઇમરજન્સીની ઘોષણા કરી દેવાઈ છે. બુધવારે 180 કિલોમીટર વાવાઝોડાની ઝડપ હવે ઘટીને 90થી 150 કિલોમીટર પ્રતિ કલાકની થઈ છે. શુક્રવારે સવારે અા વાવાઝોડાને શ્રેણી 4માંથી 1 પર તબદીલ કરાયું છે.

 રેસ્ક્યૂ ટીમે ન્યૂબર્નમાં ફસાયેલા આ તમામ લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. કૂલિન રોબર્ટ નામના અધિકારીએ જણાવ્યું કે, વાવાઝોડાંના કારણે હજુ વધુ ઊંચા મોજા ઉછળી શકે છે. નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)ના જણાવ્યા અનુસાર, ગુરૂવારે ત્રાટકેલા વાવાઝોડાંમાં અહીંની ન્યૂસ નદીનું સ્તર એક જ રાતમાં 11 ફૂટ વધી ગયું છે. રેસ્ક્યૂ ટીમે હવે લોકોને પોતાના ઘરો છોડવાની મનાઇ કરી છે. કેરોલિના ઇસ્ટ કોસ્ટમાં 54 લાખથી વધુ લોકોના મકાનો છે, તેમાંથી કેટલાંક ચેતવણી છતાં સ્થળાંતર નથી કરી રહ્યા.

કૈરોલિનામાં થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અમેરિકન વેબસાઈટ વેધર મોડલ્સના અંદાજ પ્રમાણે આગામી સપ્તાહમાં કૈલોરિનામાં જ 38 લાખ લિટર સુધીનો વરસાદ થઈ શકે છે. અમેરિકા પર સૌથી મોટા વાવાઝોડાનું સંકટ હાલમાં ચાલી રહ્યું છે. ફ્લોરન્સ નામનું વાવાઝોડું પુર્વના દરિયા કિનારે પહોંચ્યું છે.

વાવાઝોડું કેટેગરી વનમાં ફેરવાયુ છે. મહત્વનું છે કે, વાવાઝોડાના એલર્ટના કારણે અત્યાર સુધીમાં 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગે વર્જીનિયા, નોર્થ અને સાઉથ કૈરલાઈનાના સમુદ્ર કિનારના વિસ્તારમાં વસવાટ કરતા 15 લાખ લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ આપ્યા છે.

ફ્લોરેન્સ નામના વાવાઝોડાનું જોર ઘટ્યુ છે તેમ છતા 175 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. વાવઝોડામાં એક કરોડ લોકો પ્રભાવિત થવાના આશંકાઓ સેવવામાં  આવી રહી છે.

એક દિવસ પહેલાં પહોંચી ગયું વાવાઝોડું
આ પહેલાં હવામાન વિભાગે તેમના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે, વાવાઝોડું ફ્લોરેંસ તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે શુક્રવારે કૈરોલિનાના અમુક વિસ્તારોમાં 40 ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. જોકે વાવાઝોડું એક દિવસ પહેલાં જ અહીં પહોંચી ગયું છે. ઉત્તરી કૈરોલિનાના ગવર્નર રે કપૂરે કહ્યું છે કે, દરેક લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. કારણ કે આ જોખમી વાવાઝોડું ઘણાં લોકોના જીવ લઈ શકે તેમ છે.

પૂર કરતાં ઉલટી દિશામાં હોઈ શકે છે નદીઓનું વહેણ
હવામાન વિભાગના મત પ્રમાણે જો આ પ્રમાણે જ વરસાદ ચાલુ રહેશે તો જમીન પર 4 મીટર (13 ફૂટ) સુધી પાણી ભરાઈ શકે છે. તે સાથે જ પૂરના કારણે ઘણી નદીઓના વહેણ ઉલટી દિશામાં પણ વહી શકે છે. તેના કારણે શહેરના રસ્તાઓ પર વધારે પાણી ભરાઈ શકે છે. જોકે શનિવાર સુધી આ વાવાઝોડું નબળી પડી જાય તેવી શક્યતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter