હ્યુમન ટ્રાફિકિંગ પર આધારિત ફિલ્મ “લવ સોનિયા” આજે થઈ રિલીઝ

અનુરાગ કશ્યપની મનમારજિયા અને મિત્રો સિવાય ઋચા ચઢાની ફિલ્મ લવ સોનિયા પણ આજે રિલીઝ થઈ છે. ફિલ્મમાં વેશ્યાવૃત્તિ અને માનવ તસ્કરીની કાળી દુનિયાનું વાસ્તવિક પ્રદર્શન કરવામાં આવ્યું છે. લવ સોનિયા બે બહેનોની વાર્તા છે, જેમાં એક બહેનને વેચી નાખવામાં આવે છે અને જ્યાં બીજી બહેન બધું છોડીને તેને શોધવા અંધારી આલમમાં નીકળી પડે છે.

આ દરમિયાન પ્રીતિની બહેન સોનિયા તેને બચાવવા બધું છોડીને નીકળી પડે છે. આ દરમિયાન તે પણ માનવ તસ્કરીનો શિકાર બની જાય છે. આ માનવ તસ્કરીનું કેન્દ્ર ભારતથી લઈને હોંગકોંગ અને લોસ એન્જલીસ સુધી ફેલાયેલું હોય છે.

ફિલ્મની વાર્તામાં સોનિયાને  પ્રીતિએ અંધકારમાં શોધે છે જ્યાં તેને દેહવ્યવસાયના વ્યાપારમાં ધકેલી દેવામાં આવે છે. સોનિયા અને પ્રીતિ બન્ને બહેનો સાથે રહીં. સાથે રમી અને મોટી થઈ છે. તેથી બહેનને બચાવવામાં તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. એ જ સમયે તેનો ભેટો એક વેશ્યા (ઋચા ચઢા) સાથે થાય છે. જે તેને કહે છે કે જો તું મારી વાત માનીશ તો જલ્દી જ તારી બહેન સુધી પહોંચી શકીશ.

એક સંવાદમાં સોનિયા સાથે વાત કરતા ઋચા કહે છે કે હિસાબ ચૂકતે થતા તેને તેની બહેન મળી જશે. આ સમયમાં સોનિયા તેની બહેન પ્રીતિને કોઈ પણ ભોગે શોધવા માંગે છે.

તમાશા ટોકીઝ , સમરાજ ટોકીઝ , ઇન્ડિયા ટેક વન પ્રોડક્શન ,સીને મંત્રા એન્ટરટેઇનમેન્ટ અને ડેસ્ટિ કરન્સલટિંગ ગ્રુપની સાથે મળીને ફિલ્મ લવ સોનિયાનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મ થઈ તબ્રેઝ નૂરની પોતાનું ડાયરેક્ટરલ ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં ઋચા ચઢા ઉપરાંત મનોજ બાજપાઈ, રાજકુમાર રાવ , અનુપમ ખેર, સાંઈ તમહાલક, આદિલ હુસૈન, ડેમી મોરે અને ફ્રેડા પિન્ટો પણ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter