26 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે આ બે દમદાર સ્માર્ટફોન, જાણો તેના વિશે

હુવાઈ ટુંક સમયમાંજ ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. ખબર મળી છે કે 26 જુલાઈએ ભારતમાં નોવા સિરીઝના નોવા 3 અને નોવા 3આઈ ને ભારતમાં રજુ કરશે. કંપનીએ ટ્વિટર પર ટીઝર પણ જાહેર કર્યુ છે. કંપનીએ ટ્વિટમાં #COMING4YOU!નો ઉપયોગ કર્યો છે. ટ્વિટમાં 26 જૂલાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે જ ફોનનુ વેચાણ એક્સક્લૂસિવ રીતે એમેઝોન ઈન્ડિયા પરથી થશે.

તમને જણાવી દઈએ કે નોવા 3 ને પહેલાથીજ ચીનમાં લોન્ચ કરવામાં આવી ચુક્યો છે અને નોલા 3આઈને અત્યાર સુધી બજારમાં રજુ નથી કરાયો. બંન્ને ફોનમાં કંપનીનું ઈનહાઉસ ગ્રાફિક્સ પ્રોસેસર જીપીયુ ટર્બો મળશે જે ગેમિંગના શોખીનો માટે એક ગીફ્ટ સાબિત થશે.

ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, એન્ડ્રોઈડ 8.1 અને 6.3 ઈંચની ફુલ HD ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ ઉપરાંત ફોનમાં ઓક્ટોબર હાઈ સિલિકોન કિરિન 970 પ્રોસેસર, 6GB/128GBનું સ્ટોરેજ મળશે જેને 256GB સુધી વધારી શકાશે.

કેમેરામાં ડ્યુઅલ રિયર કેમેરાસેટઅપ મળશે જેમાં એક લેન્સ 16MP અને બીજો 2MP નો છે. જ્યારે ફ્રન્ટ પર પણ ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં એક કેમેરા 24MP અને બીજો 2MPનો છે. કેમેરા સાથે ફેસ અનલોક અને 3D ક્યૂમોજી મળશે જેવો કે એપ્પલનો એનિમોજી છે.

આ ઉપરાંત ફોનમાં 3750mAhની બેટરી અને કનેક્ટિવિટી માટે 4G VOLTE, WI-FI, બ્યૂટૂથ 4.2, GPS, યૂએસબી ટાઈપ-સી અને 3.5MM નો હેડફોન જેક જેવા ફીચર આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter