પ્રણય કેનેડા ઓપનની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં, કશ્યપ બહાર

ભારતના એચ.એસ.પ્રણયે કૈલગરીમાં રમાઇ રહેલી કેનેડા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે પારુપલ્લી કશ્યપ આકરા સંઘર્ષ બાદ બીજા રાઉન્ડમાં હારીને ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે.

કોમનવેલ્થ ગેમ્સોના ચેમ્પિયન કશ્યપને બીજા રાઉન્ડમાં કોરિયાના યુવા ખેલાડી જિયોન હિયોક જિનને 50 મિનિટ સુધી ચાલેલી ત્રણ ગેમના સંઘર્ષમાં 21-10 10-21 21-15 થી હરાવી બહાર કરી દીધો છે. જ્યારે અન્ય એક મેચમાં પ્રણયે સ્કોલેન્ડના કીરેન મૈરીલીસને એક કલાક આઠ મિનિટમાં 21-17, 16-21, 21-15થી હરાવી અંતિમ-16માં જગ્યા બનાવી છે. પ્રણયનો આગામી જિયોન હિયોક જિન સાથે થશે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter