રિમૂવરનો ઉપયોગ કર્યા વિના આ રીતે રિમૂવ કરો નેઇલપેઇન્ટ

નેઇલપેઇન્ટ આપણા નખને એક અનોખો લુક આપીને તેને વધુ સુંદર બનાવી દે છે પરંતુ ઘણી વખત એવું બને છે નખ માંથી થોડીગણી નેઇલપેઇન્ટ નીકળી ગઇ હોય અને તેને રિમૂવ કરવા માટે તમારી પાસે નેઇલ રિમૂવર ન હોય તો તમે નેઇલ રિમૂવરના વિકલ્પ તરીકે અન્ય કેટલીક વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો.

ટૂથપેસ્ટ

Image result for toothpaste as nail polish remover
એક જૂના બ્રશની મદદથી નખ પર ટૂથપેસ્ટ લગાવીને ત્યાં સુધી ઘસો જ્યાં સુધી નેઇલપેઇન્ટ નીકળી ન જાય. ટૂથપેસ્ટમાં એથાઇલ એસીટેટ હોય છે, જે રિમૂવરમાં પણ હોય છે. તેની મદદથી તમારા નખ ચમકી ઉઠશે.
ડિયોડ્રેંટ

Image result for nail polish remover
આપણા પર્સમાં ડિયોડ્રન્ટ હોય જ છે. ડિયોડ્રન્ટને કોટન પર લગાવીને તેને નખ પર ઘસો. એક જ વારમાં નેઇપેઇન્ટ નીકળી જશે.
હેર સ્પ્રે

Image result for nail polish remover
હેર સ્પ્રેથી એક જ વાર તમારા નખ પર સ્પ્રે કરો. તરત જ તમારા નખ પરથી નેઇલપેઇન્ટ નીકળી જશે.
હેન્ડ સેનિટાઇઝર

Image result for hand sanitizer as nail polish remover
હેન્ડ સેનિટાઇઝર પણ નેઇલ રિમૂવરનો અચ્છો વિકલ્પ છે. હેન્ડ સેનિટાઇઝરને કોટનમાં લઇને નખ પર ઘસો. ટૂંક સમયમાં પેઇન્ટ નીકળી જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter