સ્નેક્સમાં બનાવો Yummy વેજ ચીઝ બૉલ્સ

ચીઝ અને શાકભજીનું કોમ્બિનેશન છે ‘વેજ ચીઝ બોલ્સ’. આને તમે બાળકો માટે નાસ્તામાં અને બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો. તો આજે જોઈએ તેની રીત.

સામગ્રી : ૧ કપ બારીક સમારેલું ગાજર, ૧ કપ બારીક સમારેલું કેપ્સિકમ, ૧ કપ બારીક સમારેલી કોબી, ૧ કપ બારીક સમારેલી ડુંગળી, ૨ કપ ગ્રેટેડ ચીઝ, ૧/૨ કપ બારીક સમારેલી કોથમીર, ૨-૩ લીલાં મરચાં બારીક સમારેલાં, ૧ ટે.સ્પૂન ચાટ મસાલો, ૧/૨ ટી.સ્પૂન મરી પાઉડર, નમક સ્વાદ મુજબ, ૮-૧૦ સ્લાઈસ બ્રેડ, તળવા માટે તેલ.

રીત

ગાજર, કેપ્સિકમ, કોબી, ડુંગળીમાં નમક મિક્સ કરી થોડી વાર મૂકી રાખો.
પછી તેમાં પાણી છૂટયું હોય તે દબાવીને કોરું કાઢી નાખી વેજિટેબલ્સ કોરાં કરી નાખો.
ત્યાર બાદ તેમાં લીલાં મરચાં, કોથમીર, ચાટ મસાલો, મરી પાઉડર તથા ચીઝ મિક્સ કરી લો.
હવે બ્રેડ સ્લાઈસને સહેજ ટાઈમ જ પાણીમાં બોળી કાઢી લો અને બે હાથ વચ્ચે દબાવી પાણી કાઢી લો.
તે સ્લાઈસમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી બંધ કરી તેના બોલ્સ બનાવી, તેલમાં ડિપ ફ્રાય કરી લો અને કેચઅપ સાથે સર્વ કરો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter