ઘરેબેઠા આ રીતે જાણો અન્ય વ્યક્તિનું Live Location

કોઇપણ વ્યક્તિનું લોકેશન જાણવું સરળ વાત નથી અને તેમાં પણ લાઇવ લોકેશન જાણવું ખૂબ જ અઘરૂં કામ છે. પરંતુ અને તમને એક એવી એપ્લીકેશન વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જેની મદદથ તમે કોઇપણ વ્યક્તિના ફોનની લાઇવ લોકેશન સરળતાથી જાણી શકશો. જો તમારો ફોન ક્યાય ખોવાઇ પણ જશે તો પણ તમે તમારા ફોનનનું લોકેશન સરળતાથી જોણી શકશો. ચાલો જાણીએ કે કેવી રીતે તમે ફોનનું લાઇવ લોકેશન મેળવી શકશો.

સૌપ્રથમ તમારે તમારા સ્માર્ટફોનમાં એક એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ એપ્લીકેશનનું નામ છે GPS tracker Follow me.  આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કર્યા બાદઆ એપમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે જે ફોનને ટ્રેક કરવાનો છે તેમાં આ એપ્લીકેશન હોવી જરૂરી છે. જો આ એપ્લીકેશન તે ફોનમાં નહી હોય તો તમે ટ્રેક નહી કરી શકો.

આ એપ ઇન્સ્ટડોલ કર્યા બાદ તમે એપ ખોલશો તો તમને અનેક ઓપ્શન જોવા મળશે. અહીં તમારે સેટિંગ્સમાં જવાનું છે. હવે ક નવું પેડ ખુલશે. તેમાં સૌથી ઉપર નવા યુઝરના રજીસ્ટ્રેશનનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ અહીં તમને યુઝર નેમ, પાસવર્ડ અને ઇમેઇલ આઇડી નાંખવાના રહેશે. હવે ક્ન્ટ્ન્યુ પર ક્લિક કરો. હવે ક નવું પેજ ખુલશે. અહીં ટ્રેક ઇન્ટરવોલને એક મિનિટ કરી દો, જેથી ફોનનું દર એક મિનિટે લોકેશન મળતું રહે. ત્યારબાદ તેને સેવ કરી દો. હવે તમારે જે ફોનનું લોકેશન જાણવું છે તેનું લોકેશન તમને દર એક મિનિટે મળતું રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter