GSTV
Home » News » Whatsapp પર આ રીતે મળશે ટ્રેનની લાઈવ માહિતી

Whatsapp પર આ રીતે મળશે ટ્રેનની લાઈવ માહિતી

સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગને કારણે સરકાર પણ લોકોને ઘણી સારી સેવાઓ ઑનલાઈન આપવા લાગી છે. આ વખતે રેલવે વિભાગે ભારતના 20 કરોડથી વધુ વ્હોટ્સએપ યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે તમે તમારા વ્હોટ્સએપ પર જાણી શકો છો કે તમારી ટ્રેન ક્યા છે અને કેટલી મિનિટમાં તમારા સ્ટેશન પર આવી જશે. રેલવેની આ સેવાથી દેશની સામાન્ય જનતાને ઈન્કવાયરી માટે 139 પર કૉલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

વ્હોટ્સએપ પર કેવીરીતે મળશે લાઈવ ટ્રેનની જાણકારી

જો તમે પણ તમારા વ્હોટ્સએપ પર પોતાની ટ્રેન અંગે જાણવા ઈચ્છો છો કે તમારી ટ્રેન ક્યા છે તો ફટાફટ આ નંબર 7349389104ને તમારા ફોનમાં સેવ કરી લો. હવે તમારે ફક્ત એટલુ કરવાનુ છે કે તમે જે ટ્રેનનું લાઈવ સ્ટેટસ જાણવા ઈચ્છો છો તે ટ્રેનનો નંબર આ ફોન નંબર પર વ્હોટ્સએપના માધ્યમથી મોકલવાનો છે. મેસેજ મોકલ્યા બાદ 10 સેકન્ડની અંદર તમને તમારી ટ્રેનનુ લાઈવ અપડેટ મળી જશે. મેસેજમાં ટ્રેન ક્યા છે, કેટલી મિનિટમાં આગળના સ્ટેશન પર પહોંચી જશે અને કેટલી ધીમી ચાલી રહી છે આ બધી જાણકારી તમને મળી જશે.

Related posts

Jio યુઝર્સને મોટો ઝટકો : હવે આટલી સસ્તી નહી મળે ઇન્ટરનેટ સેવા, ટેરિફ પ્લાનની કિંમતોમાં થશે વધારો

Bansari

હવામાન વિભાગની આવી નવી આગાહી, આ તારીખોમાં પડશે જોરદાર ગરમી

Alpesh karena

BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન

Arohi